આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
"લઈને ...... અગિયારમી દિશા"માંથી
આજે શ્રી મોહસીન મીરની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છુ.
(૧)
આમ તો કેવળ ખરેલું પાન છું
એક ઝરણું આગળ લઈ ગયું મને.
(૨)
ભમરાની લાગણીના ફૂરચા ઉડી ગયા,
ફૂલોયે જોને કેવું બેફામ બોલે છે.
(૩)
વિધવા જ મૂલ જાણતી રંગોળીનું ખરું,
એથી જ ભાત રોઈને ભીની કરી લીધી.
(૪)
એક છેડે હર્ષ ને બીજી તરફ સંઘર્ષ છે,
બેઉની વચ્ચે લટકતી લાશ જેવો પ્રેમ છે.
(૫)
એના મરકતા હોઠ પર જાઓ ન દોસ્તો,
હૈયે ઘણાયે ઘાવ છે અલ્લાહ બચાવીલો.
(૬)
હવે શું જીવ બાળે દોસ્ત ?એનો જીવ બાળીને,
કહે છે સૂર્યને, લે બળ, જળાશયમાં ડૂબાડીને !!
(૭)
શબ્દનાં ઊડે હવામાંફોતરાં,
મૌનને ફોલ્યા પછી સર્જી ગઝલ.
(૮)
શ્વાસોનું ટોપલું હવે ખાલી જણાય છે
થોડીક કરકસર કરું એવી દુઆ કરો.
(૯)
શું કહું સંવેદનાની ટોળકીને એ ગઝલ
આંગળીના ટેરવે ઉછરી ગયેલું ગામ છે.
(૧૦)
હાવી થવા ન દે તું માનવ સ્વભાવને,
પથ્થર ન ફેંક બાળક; વાગે તળાવને.
- મોહસીન મીર
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved |
Comments