Print
Parent Category: યાયાવર
Category: જુન - 2013
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


કમખે ખોસી ઓઢણી ને ચોટલે ગુંથઈ વેણી;
પગમાં મોજડી પાયલ સંગે ગાગર લઈ ગઈ પનધટે;
ઘડી-બેઘડી આવ્યા 'એ જી' .........!

સહિયરું પજવે ચુંટી ને સાહ્યબો રિઝવશે લુંટી ને;
ખુલ્લી આંખે ટાંગુ ડાંગ ને ડગલી લઈ ખીંટીએ ;
આવી પાછી વળગી પડે ઝગમગ થરથર ચુંદડીએ;
જીદ કરીને બાંધ્યા કેશ તોય લટો કરતી તંગ;

વિજળી જેવી નજર ચમકે ભીંજી તસ્વીર જ્યારે ગળે લાગે;
આંખો બંધ કરીને  ડોક લાંબી ઉંચી કરે;
બળતા પગે ઉભી તેનું ભાન ના રહે ;
ને સુર્ય વાદળીનો છાંયો કરે............કાંડુ મરડી ક્રુષ્ણ જગાડે..!!

..રેખા શુક્લ, શિકાગો