Print
Parent Category: યાયાવર
Category: માર્ચ-2013
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

વસંતની ચમનમાં અઝાં થઈ રહી છે
હવે ડાળખીઓ જવાં થઈ રહી છે

બરફના પહેરણ હવેતો ફગાવો
ગરમ આ હ્ર્દયની ધરા થઈ રહી છે

બધા પાંદડા પર વહેછે જવાની
નસેનસ ગુલોની શમાં થઈ રહી છે

હવે પાલવોમાં સુગંધો લદાશે
કળીઓ ચમનમાં હવા થઈ રહી છે

અહીં કોયલો, આંબવા ડાળ ક્યાં છે
છતાં ખગ બધાને મઝા થઈ રહી છે

બધા આગણામાં થશે ગુલનો મેળો
ગુલાબી ગુલાબી કથા થઈ રહી છે

વફા જે મળે તેજ પીલો અહીંયાં
મોસમ સુહાની બપા થઈ રહી છે

- મુહમ્મદઅલી વફા
બ્રામ્પટન, કેનેડા