Print
Parent Category: યાયાવર
Category: માર્ચ-2013
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

છાતીને એ, ખોખું કે’છે!.
કાલે ખોલી, જોશું કે’છે!.
કોઈ બોલ્યું ધીમે ધીમે,
છાનું માનું રોયું કે’છે.
મળશે કોઈ, વનરાવનમાં,
કોને કોને, ગોતું કે’છે!.
નટખટ નાચે રાધા સંગે,
તારાઓનું, ટોળું કે’છે!
જ્યારે જ્યારે મળવા આવે!,
છાતી પર શું દોરું કે’છે!.

એના રવમાં ભાષાંતર છે,
ગુજરાતીમાં બોલું કે’છે?.
જોયા મોટા, સાહબજાદા,
ટોપી ફેંકી, દોડું કે’છે!.
તાહા, ચિંતન, સૌરભ એતો,
તોફાની છે!, ચોખ્ખું કે’છે.
માણસ નામે ગોટાળો છે,
કૌભાંડોમાં ખોળું કે’છે.
ખાંખાં ખોળા, કરતો રે’તું,
મારું બેટું, ડોબું કે’છે?.
મેરે પીછે, મેરી પૂંચ્છી,
સાચે સાચું, થોડું કે’છે!?.
મેરી બિલ્લી, મૂઝે મ્યાંઉં,
કૂત્તા દેખી, ભોકું કે’છે......ચિરાગ ઝા “ઝાઝી”

(છંદ: ગાગાગાગા, ગાગાગાગા)