Print
Parent Category: યાયાવર
Category: જાન્યુઆરી-2013
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અદબ વાળી પલાંઠી બેસતી,
બધી આળસ સજાવી બેસતી.

અચાનક જો બિલાડી જાય તો,
દશા આડી સતાવી બેસતી.

આ ઠંડી તો બધાને લાગશે!
ઘણી યાદો તપાવી બેસતી.


હતી મારી જરૂરત રોજની!
મને કાયમ સતાવી બેસતી.

હતી જાહોજલાલી પણ અહિં, 
ચિત્રોમાંતો સવારી બેસતી.

નિકટતામાં સવાલો આવશે
અડોઅડની કમાણી બેસતી.

હશે ઝાઝી સહન કરવું પડે!
નકરવું એ કરાવી બેસતી

 

(છંદ: લગાગાગા લગાગાગા લગા)

- ચિરાગ ઝા “ઝાઝી”   , અમદાવાદ