Print
Parent Category: યાયાવર
Category: જાન્યુઆરી-2013
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

દર્દ છે એવું કે બસ વધતું ને વધતું જાય છે
દવા સમજીને લઉં જે તે ઝેર થઈ જાય છે.

આસપાસથી આવેછે સાવ પાસથી આવે છે
એકલો ઘેરીને મને દર્દ ચોમેરથી આવે છે.


કોઈ ખબર ને કોઈ  અંતર પૂછવા આવે છે
દવાને બહાને તેજ દર્દ આપવા આવે છે.

આમ તો છેક બહારથી ક્યાંથી  આવે છે
ને આમ તો સાવ અન્દરથી જ આવે છે

તડપાવી તડપાવીને રૂવે રૂવે રડાવીને
શી ખબર આ દર્દ ક્યાંથી  આવે છે

પ્રસાદ આર. માહુલીકર, મણીનગર, અમદાવાદ