વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 66 guests and no members online

મદદ

 


 રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

માણસ છે એ જીભાજોડી તો કરવાનો!
એકલપંડી જિવ્હાથી થોડી રમવાનો?

ધારીલો કે મેં ધારા ધોરણ તોડ્યા છે!
ને જો તોડ્યા છે તો કોનાથી ડરવાનો?

પ્રેમી પાગલ થઈ બેઠો છે ઘરની સામે
ને દરવાજે ઊભા થાકેલા દરવાનો!

પડદો પડશે, લોકો ઊભા થઈને જોશે!
શું માશૂકાને મોકો મળશે મળવાનો?

ખુદથી રીસાઈ ને ભાગી રહ્યો છે જે!
ક્યારે એ પોતાનું થોડું સાંભળવાનો?

મોકાની ઇંતેજારી આળસ માનો!, તો
ધીરજની વાતોમાં કોને રસ પડવાનો?

આથમતો સૂરજ કોને ગમશે રંગુનનો?
બુલબુલ થઈ શું ભારતભરમાં એ ઉડવાનો?

આંખોથી સાંભળનારા મોંઢાથી મૂંગા!
રવ કોના કાને પડશે મારા રડવાનો?

અપરાધી થઈ ઊભો છું, મરજી છે મારી!
તારો હૂકમ તો ઝાઝીને કરગરવાનો!

- ચિરાગ ઝા “ઝાઝી”

(છંદ: ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા‌)
સોમવાર, 17 ડિસેમ્બર 2012

 

Zazi.com © 2009 . All right reserved