આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ધીરે રહી, છોડી બધું, તું નીકળી જા બેફિકર
છે પોટલું, તારું જુનું, તું નીકળી જા બેફિકર
કોઈ નિયમ મોટા નથી, ને આપણે ઓછા નથી
સમજ્યા હવે!, ખોટું ખરું, તું નીકળી જા બેફિકર
પૂછ્યા વગર, બોલ્યા વગર, જાણી કરી રોયા વગર
જ્યાં જેટલું ઓછું થયું, તું નીકળી જા બેફિકર
પગલાં, સગડ કોના મળે, ખાલી બધા ફોફા જડે
આ કામની વાતો કહું, તું નીકળી જા બેફિકર
અંતર મહીં જે નાદ છે, ઝાઝી તને ક્યાં ભાન છે
એ સાંભળી થોડું ઘણું, તું નીકળી જા બેફિકર...............ચિરાગ ઝા “ઝાઝી”
(છંદ : ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા – રજઝ)
-
આલ્બર્ટ હબ્બર્ડZazi.com © 2009 . All right reserved |
Read more...