Print
Parent Category: યાયાવર
Category: જુલાઈ 2012
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

મયકશી શાયદ હવે થાતી નથી
આંખડી એની હવે રાતી નથી

શોક શાનો છે હવે આ બાગમાં,?
તુજ વિહિણ બુલબુલ હવે ગાતી નથી.

તું અદા ભૂલી ગઈ લજ્જામણી,
ટેરવાં અડતાંય કરમાતી નથી.


બુધ્ધિ સમજી જાય દલીલો થકી,
વાત તારી દિલને સમજાતી નથી.

હા હજી મદહોશ હું થાતો નથી ,
લાગણી મારીજ ઉદમાતી નથી.

લો વફા ભટકી જવાની આ સજા,
દર્દની રાતો હવે જાતી નથી.