Print
Parent Category: યાયાવર
Category: જુલાઈ 2012
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

હળવેકથી આવે વણાંક થડકાર દૈ ને
માણસ નામે સ્વપનું એકેક ખોવાણું ને
કરજદારનું આમંત્રણ ને રમવાની રમત ને
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...

જંતર મંતર હા જરાંક પાની પાછી લઈ ને
ખુરશી-ખુરશી રમતા જોયા ઝરૂખે પોપટા ને
ચણોઠીની ઢગલીમાં જઈ બેઠા મયુર ને
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...


વરસાદી સંગતમાં મોરલા ટહુકા લાવ ને
ફોરાનું ભીનું સંગીત ને પંખીઓનું અંગત ને
વિણેલા મોતી  પાથરુ વર્ણાગી છે રસ્તા ને
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...

સાંજ ઢળે છે પાછી કાચી સમજણે પાકી થૈ ને
જીવન ઝરમર ઝરમર વરસે છત્રીસંગ ભીંજુ ને
વાંછટમાં ખીલે છે મહેંક મોગરા ની વેણી ને
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...

-રેખા શુક્લ(શિકાગો)