Print
Parent Category: યાયાવર
Category: જુન 2012
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ત્રિઅંકી આ  નાટકના, પાત્ર-પ્રેક્ષક હું ને તું ...
પડદા પર તું ને હું,  તોયે અંદર-બહાર તું ને તું
ચલને હોડી લઈને દરિયે..સોનેરી રેતીમાં નામ  લખીએ  હું ને તું...

હિપ્નોટાઇઝ  કરે તારલાની આંખો..હમ-તુમ હમ-તુમ..
ચશ્માં પેહરી ચાંદ બોલે ગુજરાતી કાલુ-કાલુ ..હું ને તું..
હા, કરું છું પ્રેમ ભાષા-પ્રેમીને..ખુશ છું ને કે ગુજરાતી છું..હું ને તું..

ચલને ઘાસના ગાલીચે ઉંચે..ટેકરા પરથી....હું ને તું
ધડ્બડ ધડબડ બસ દોડીએ ..હું ને તું..
પડીએ તો ય  હસતા-હસતા ગબડીએ  હું ને તું..

ના શરમ  ના પરવા પડવાની, હાથમાં ને હાથમાં હું ને તું..
હસતા-હસતા ચુમી લે તું, શરમાવી દે મુજને તું...
ચીંધે આંગળી.., પાળે બ્રેડ ખાતા પારેવડાં જોઈ.....હું ને તું


ઉગ્યું ગુલાબ  કુણી કળી સંગ, તોડી ધરે મુજને તું..
હસાવી દે પળભરમાં, ભરી દે રંગ  મારા ગાલોમાં
પુલ  નીચે, ખળ-ખળ  પાણી..અંતે નાની બેંચ...

ખડખડાટ  હસતા વ્રુક્ષ  તળે ઝુલતા હિંચકે હું ને તું..
કેડી ખેંચે પાણી તરફ ને ઝટ  ઝંપલાવે તુ..
ફાટક ખોલી..મંદ મંદ  હાસ્યે બાથમાં ભીંસે મુજ ને તુ..

કર દે જાદુ રિહા કરી દે મારાથી મુજને તું..
બ્રહ્માંડ નો ઈશ્વર પાસે લાગે ને રિસાય તો બહું દુર..
ગુલાબ  મોગરો જુઈની.. કરું ટપકાં ની રંગોળી..
દિપ  પ્રગટાવી  ચાલને પગલાં પાડીએ  હું ને તું...

રેખા શુક્લ (શિકાગો)