Print
Parent Category: યાયાવર
Category: માર્ચ 2012
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ખેંચીલો પુષ્પો સઉ વ્રુક્ષો નાં
તોય,
એ ચીસતું નથી
પરંતુ અર્થ એવો નથી
કે, એને કંઈ દુખતું નથી. ..૧

મૌનનાં શબ્દો ભેદીને
આવે
એકલતાની કારમી ચીસ.  ..૨

મૌનનાં સામ્રાજ્યમાં
શબ્દોને અવકાશ નથી
કેમકે
અહીં ચીસ પડઘાતી નથી.  ..૩

પ્રસાદ આર. માહુલીકર, મણીનગર, અમદાવાદ