આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ખેંચીલો પુષ્પો સઉ વ્રુક્ષો નાં
તોય,
એ ચીસતું નથી
પરંતુ અર્થ એવો નથી
કે, એને કંઈ દુખતું નથી. ..૧
મૌનનાં શબ્દો ભેદીને
આવે
એકલતાની કારમી ચીસ. ..૨
મૌનનાં સામ્રાજ્યમાં
શબ્દોને અવકાશ નથી
કેમકે
અહીં ચીસ પડઘાતી નથી. ..૩
પ્રસાદ આર. માહુલીકર, મણીનગર, અમદાવાદ
-
કવિ કાલીદાસZazi.com © 2009 . All right reserved |
Read more...