આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મળ્યો'તો તું મને મારા શમણે કોણ માનશે ?
ધર્યું’તું મેં તનમન તારા ચરણે કોણ માનશે ?
મળ્યો'તો રામ રૂપે તું શબરી ને એના આંગણે,
ને આજ મારા રૂદિયાને પ્રાંગણે કોણ માનશે..??
પ્રેમ નાં પુષ્પો ખીલવ્યા હતા હ્રદય ઉપવને
રમ્યો'તો સંગે રાસ મારા આંગણે કોણ માનશે ?
પૂનમની અજવાળી રાતે ખેલી'તી તુજ સંગ હોળી
એકમેક નાં રંગે રંગાયા'તા આપણે કોણ માનશે ?
શમણે જોવે છે તારી પ્રેમભરી યાદો ને "સુનિતા"
રાખી છે એ યાદો સજાવી થાપણે કોણ માનશે ..??
સુનિતા દિક્ષિત , સૂરત , ગુજરાત
-
ફ્રેંકલીનZazi.com © 2009 . All right reserved |
Read more...