આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કારણ નથી ખબર કે શા માટે તું ગમે છે....
કદાચ એજ કારણ છે કે કોઈ કારણ વગર તું મને ગમે છે
દિન રાત હમેશા જોયા કરું તારી રાહ,
કદાચ એજ કારણ છે કે તારો વિરહ મને ગમે છે,
વિચારો આવ્યા કરે તમારા સાથે હતા કોઈ'દી,
કદાચ એજ કારણ છે કે તારા સ્વપ્નાઓ મને ગમે છે,
વિતાવ્યા હતા જે તારી સાથે પળો,
કદાચ એક કારણ છે કે પળવાર માટે એ મને ગમે છે.
જાગતી રાતો ને તારલાઓ ના સંગાથે....
તું આવીશ પાછો કદાચ એજ કારણ મને ગમે છે,
જાણે મને લાગ્યું કે તું કેમ રહીશ દુર મારાથી....
હવે કદાચ તારા ચાલ્યા જવાના જ કારણો મને ગમે છે..
તારા સ્વપ્નાઓ આવે છે પણ નથી આવતી તું સુનિતા....
આગળ વધીને પુરા કર તારા સ્વપ્નાઓ હવે આવા જ કારણો મને ગમે છે,
સૂરત, ગુજરાત, ભારત
સ્વરચિત (૨૯/૦૯/૨૦૧૧)
-
સુંદરમZazi.com © 2009 . All right reserved |
Comments