આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
રીત કે રસમ ન ટકે ખાલી રોકટોકથી,
ને રિવાજ પણ ન તૂટે માત્ર તોડફોડથી.
થાય છે બધા જ વ્યથિત ક્ષુદ્ર રોગદોગથી,
મુક્ત પણ થઈ ન શકે વ્યર્થ રોણજોણથી.
સંત્રી, મંત્રી, સાધુ, ફકીર સૌ તુલા ઉપર ચડે,
પર સદાવ્રતોય નથી સ્થૂળ મોલતોલથી.
સામ, દામ, દંડ કશું કારગર ન નીવડે,
કામ-કાજ કાઢી જ સૌ લે છે ઓટકોટથી.
સેળભેળ કેવી રગેરગમાં ઓગળી ગઈ,
દી'એ દાળભાતથી ને રાતે હોચપોચથી.
ડાબલા હટાવી કદી આજુબાજુ પણ જુઓ,
થઈ ન જાવ ગાડરિયા જોજો! ઓતપ્રોતથી!
લંડન , યુ.કે
૨૫-૧૨-૨૦૧૧
-
સ્ટીવન્સનZazi.com © 2009 . All right reserved |
Comments
ને રિવાજ પણ ન તૂટે માત્ર તોડફોડથી..
very nice one Shukla.