Print
Parent Category: યાયાવર
Category: નવેમ્બર 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ફૂલને ચોરતા આવડ્યું  જોઈ લો
બાગને ચૂંથતા આવડ્યું  જોઈ લો

નામ લઈ તારુ લોકો તમાશો કરે 
નિયમો તોડતા આવડ્યું જોઈ લો

આમ પણ જાતની ગોઠવણ થાય છે
જાતને વેચતા આવડ્યું જોઈ લો

આજ તો માંગણી ભરબજારે કરું
અગવડે ઘેરતા આવડ્યું જોઈ લો

બોલ “ઝાઝી” તને કેમ અચરજ થયું
રંકને બોલતા આવડ્યું જોઈ લો

 

છંદ :ગાલગા ગાલગા ગાલગા ગાલગા
મુતદારિક ( ફાઈલુન ફાઈલુન ફાઈલુન ફાઈલુન‌ )