Print
Parent Category: યાયાવર
Category: નવેમ્બર 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ચારેકોર લાગણીઓના વમળ,
કોઈ પ્રેમરૂપી કિનારો જણાતો કેમ નથી...??

ઘૂમી રહી છું ગલીઓ ગલીઓ,
એનો ઓળો હજી મને દેખાતો કેમ નથી....??

વર્ષો વિતાવ્યા સાથે છતાં પણ,
એના હૃદય નો ભાવ સમજાતો કેમ નથી...??

વેરવો'તો પ્રેમરૂપી વરસાદ એની પર,
ગળાડૂબ એ પ્રેમ માં ભીંજાતો કેમ નથી...??

લખ્યું છે પ્રેમ-આકાશે નામ તારું....
તું વાદળ બનીને ઘેરાતો કેમ નથી...??


 

સૂરત, ગુજરાત