વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 212 guests and no members online

મદદ

 


 રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

શૂન્યતા તારી ચિતરવા શબ્દથી કોશિશ કર,
વેદના ક્ષણમાં વિસરવા સ્મિતથી કોશિશ કર.

જિંદગીના મર્મને જો જાણવો હો પળમહીં,
તો જરા રોકીને તારા શ્વાસથી કોશિશ કર.

તું કોઈની લાગણીથી ના પલળ તો ચાલશે,
કમ-સે-કમ અહેસાસ કરવા સ્પર્શથી કોશિશ કર.આગ લાગે તે સમે ના ખોદ ખાડાઓ મૂરખ,
હોય જે સાધન સહજ ઉપલબ્ધથી કોશિશ કર.

અંતવેળાએ સુધરવાના ધખારા છોડ તું,
પામવા મુક્તિ બિરાદર, જન્મથી કોશિશ કર.

રાહ જોવાથી અહીં મંઝિલ મળી આવે નહીં,
તું જ થઈ અસવાર ‘ચાતક’, અશ્વથી કોશિશ કર.

દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’ -  લૉસ અન્જલસ , યુ એસ એ

 

Comments  

Rekha M Shukla
0 # Rekha M Shukla 2011-11-03 01:43
Daksheshbhai you wrote very nice....I go on your sight to enjoy.
http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com/ Please visit my blog and add your most valuable comments...you might enjoy too.
Zazi.com © 2009 . All right reserved