Print
Parent Category: યાયાવર
Category: ઓક્ટોબર-2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

હાથથી તારા કદી તર્પણ નહીં માંગું,
જે કરે વિક્રુત મને દર્પણ નહીં માંગું.

અનશન કરું પણ તમોને કનડવાને નહિ,
અન્ન તો શું ચીઝ છે જળ પણ નહીં માંગું.


આ વિષ અમે અન્યને ના બાળવા પીધાં,
હું વદું સાચું હવે મારણ નહીં માંગું.

સાંપડી ગૈ છે ફકીરોથી મતા અમને
હું અમીરોથી હવે અર્પણ નહીં માંગું.

ઝાંઝવા છે કેટલાં આ બાગમાં પણ વફા,
હું હવે મારા ખુદા કો રણ નહીં માંગું.

બ્રામ્પટન , ઓન્ટારીઓ, કેનડા