Print
Parent Category: યાયાવર
Category: સપ્ટેમ્બર 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ઈશ્વરને આપણી વચ્ચે જે અંતરો છે
દિલને દિમાગ વચ્ચેના મતમતાંતરો છે

શ્રધ્ધાની શકિત જોવા આ દાખલો છે પુરતો
આરોપવાથી પળમાં પૂજાય પથ્થરો છે

 

મુસિબતોની સેનના સૈનિકો ભીરૂ છે
નિશ્ચય અડગની સામે સઘળા એ પામરો છે

બદલાય પંખીઓ પણ, બદલાય ના ચબૂતરો
આ જિંદગી છે પંખી,  મૃત્યુ ચબૂતરો છે

હદમાં રહીને અનહદમાં વિસ્તરી જવાનું
આખર આ જિંદગીનો વ્યાયામ એ ખરો છે

કિંજ્લ્ક વૈદ્ય
ભુજ, કચ્છ, ગુજરાત, ભારત