વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 194 guests and no members online

મદદ

 


 



રમુજ

તારી પત્ની બોલકણી છે, જાણે સાંભળ્યા જ કરીએ.

હું પણ સાંભળ્યા જ કરું છું, પતિએ જવાબ આપ્યો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

મૌન રડે છે અને માણસ તરફડે છે.
ચિત્કારની આગ પર ખિચડી ચડે છે.

વિસ્ફોટ થૈ ને વિખેરાય ગયા શમણા.
દાનવતાનો દૈત્ય માનવતા કચડે છે.


બોમ્બ થૈ ‘ને કેમ ફુટી જાતી નફરત?
શા માટે માણસ જ માણસને નડે છે?

નફરત વાવશો તો નફરત જ લણશો.
ઓસામાનો દેહ પણ સમંદરે સડે છે.

કોઈ તો ગાળિયો કાંપી નાખો કરુણાંથી.
માનવતા લટકતી ફાંસીને માંચડે છે.

રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે.

દુબઈ, યુએઈ
(After Bomb blast in Mumbai on 13th July 2011.)

 

Comments  

Rekha shukla
+1 # Rekha shukla 2011-09-30 15:06
રહેવા દે! આ સંહાર નાદાન માનવ તું!
ક્યાંક ક્રિષ્ન રડે છે, ક્યાંક કરીમ રડે છે...
After reading yours I had to add these two of my lines..! you write good keep up the good work..!!

સપ્ટેમ્બરની ધુળથી આંખ્યુ ભીંજાય, સમાચાર દર્પણે નજરું અંજાય..!
વગર પડકારે વિશ્વમાં યુધ્ધ રચાય,"નર"માંથી આજ "વાનર" કાં થાય?
Zazi.com © 2009 . All right reserved