Print
Parent Category: યાયાવર
Category: જુલાઈ 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

મૌન પણ તૂટ્યા કરે કારણ વગર
શબ્દ પણ ઝર્યા કરે કારણ વગર.

કંટ્કોનું એક વન દિલમાં ઉગ્યું
આમ તું હસ્યા કરે કારણ વગર.

રાત કાળી લાકડી લઈને ફરે
શ્વાન પણ ભસ્યા કરે કારણ વગર

 


મેં હવાને શ્વાસમાં રોકી લીધી
ફૂલ કયાં ખર્યા કરે? કારણ વગર.

ખંડરોના બાગમાં ઊગી ગઈ
યાદ જે બળ્યા કરે કારણ વગર

જિંદગીનો કોઇતો મક્સદ ‘વફા’
લોક કયાં મર્યા કરે? કારણ વગર.

બ્રામ્પટન , ઓન્ટારીઓ, કેનડા