Print
Parent Category: યાયાવર
Category: જુન 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

એક બીજાને ખંજવાળવું, નવું નથી
વર્તનમાં વાનરનું આવવું, નવું નથી

આ તારી રીત રસમો સાવ કુદરતી
આગ લગાડી ઓલવવું, નવું નથી છે

રસ્તો સાંકડો ને અબજો દરવાજા
આ શ્વાસનું બોણી માંગવું, નવું નથી

યાદ છે ચકલીનું રેતમાં આળોટવું?
વાત સાચી ને ગપ હાંકવું, નવું નથી

જુવો “ઝાઝી” આ લાગણીની ખૂબી
તાણા વાણા મહી રહેવું  નવું નથી