Print
Parent Category: યાયાવર
Category: મે 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે આ જીન્દગી...
અક્ષરોના ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર..

પુષ્પાંજલી કવિતાની અર્પણ કરવા આવી છું...
ઝુલતાં મિનારાના સહારે ભર્યા ડગ ને સ્વપ્નનો મહેલ કંડારું છું...

રમત રમી ખો-ખો ની પણ સંતાકુકડી યાદ કરું છું....
સુખના સરનામાની શોધે બાઈ-બાઈ ચાંયણી...

પેહરી ચશ્મા જડે જો ઝાંપો,હું તો ડેલે હાથ દેવા આવી છું...
રુપેરી ઝરણાં ને કહી સસલીએ કવિતા,

દોટ મુકી અટક્યુ બસ અમારી જ આંખમા...
સુતરના બે ધાગાની રાખડીને રુડી રુપાળી બાંધણી..

નાડાછડી ના બન્યા ગણેશ ને, સાબુમા કોતરેલા પેલા રમકડાં..
મુલાકાત વગરના સંબંધોને ઉછેર્યા અત્તરના પુંમડાથી...

ઉંમરે ઉભી સાંભળુ ઉરના ધબકાર,હેઠી ઉતરી સ્પર્શે મુગ્ધ થાંઉ છું...
ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે આ જીન્દગી...

શિકાગો, અમેરીકા