Print
Parent Category: યાયાવર
Category: એપ્રિલ 2011
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 વલી મુહમ્મદ’વલી’ગુજરાતી
(1667-1707)

જનાબ’વલી’ને શ્રધ્ધાંજલિ.

તુને ચઢાયા તાજ ઉર્દૂકે સર પે વલી.
તુને સજાયા તાજ ઉર્દૂકે સર પે વલી.

* * * * *

ઉર્દુકે ગુલિસ્તાંકી રહી ગુજરાત મે ઝમામ.
ગાલિબો,મીરો ઈકબાલકાતુ હી રહા ઈમામ

_વફા

ઝમામ=લગામ(વર્ચસ્વ)
વલી મોહંમદ’વલી’ગુજરાતી( વલી દક્કની તરીકે પણ જાણીતા છે)નો જન્મ ઔરંગાબાદ,મહારાષ્ટ્ર માં 1667 માં થયો.(સુરતમાં જન્મ થયાની પણ એક ઐતિહાસિક કડી છે). વલી પ્રવાસના શોખીન હતા. પ્રવાસને વલી વિદ્યા અને શિક્ષણ નું એક માધ્યમ માનતા હતા.1700માં એમનો દિલ્હીનો પ્રવાસ એ ઉર્દુ ગઝલ માટે સુખદ ઘટના હતી.એમની ઉર્દૂ કવિતામાં રહેલી સાદગી, સંવેદન,અને સંગીતમય સ્વરરચના એ દિલ્હીના ફારસી પ્રેમી કવિઓમાં ઉત્તેજના સર્જી.કે ‘રેખ્તા(ઉર્દુનું પ્રાથમિકનામ) માં પણ પદ્યની સર્જાકત્મકતા સુપેરે રહેલ છે.એમના આ દિલ્હીના પ્રવાસે દિલ્હીમાં ઉર્દૂ ગઝલ ની રચના , વિકાસમાં અને ઉતપત્તિમાં સ્ફુતિ અને ઉનમાદ પેદ કર્યો.

વલી ફારસી ભાષાનાં કાવ્યો માં રહેલ ઉત્સાહ,જોમ,સજીવતા,વિકાસ અને કાલ્પ્નિકતાથી અજાણ કે અજ્ઞાત ન હતા.પરંતુ વલી ની પ્રચંડ સર્જન શક્તિ ,ઉર્દુ પ્રેમ અને સખ્ત પરિશ્રમે એમને ઉર્દુ કાવ્યના ભિષ્મપિતામહ અને શિલ્પી બનાવી દીધા.અને ઉર્દૂ શબ્દ ભંડોળ ને હિંદી,ફારસી,ઉર્દૂ અને અરબી શબ્દ ભંડોળથી માલામાલ કરી દીધું.

વલી એ ફારસી માં પ્રણાલિગત દરેક કાવ્ય પ્રકાર મસ્નવી.કસીદા.નઝમ વિ. પર કામિયાબી પૂર્વક હાથ અજમાવ્યો. પણ ગઝલ એ એમનો પ્રિય કાવ્ય પ્રકાર રહ્યો,અને એમાં પ્રાણ પુરી દીધો.એમણે 473 ગઝલો લખી હશે.જેમાં 3225 શેરો(અશાર)નું ભરત કામ છે.. વલી એમની અભિવ્યક્તિમાં પુરુષ ના દ્ર્ષ્ટિકોણથી પ્રેમ ના નિરુપણ માં પ્રથમ કવિ છે.જ્યારે રૂઢિ પરંપર પ્રમાણે પ્રેમની અભિવ્ય્ક્તિ સ્ત્રી પાત્ર તરફથી વ્યકત કરવાનો શિરસ્તો હતો. વલી નો ઈંતેકાલ(નિધન)1707 માં અમદાવાદ માં થયો.અને ત્યાંજ સરખેજ રોડ નજીક દફન કરવામાં આવ્યા. ’વલી’ એક સુફી સંત પણ હતા. ઉર્દૂ કાવ્યની શરુઆતજ એમના પુરોગામી સુફી સંત અને હઝરત નીઝામુદ્દીન અવલિયા(રહ.)ના ખાદિમ અને અંતેવાસી હઝરત અમીર ખુસરો ની.પવિત્રત્તા,લોકસેવા,મદ્યનિષેધ,અને વૈષ્ણવ વજંતોની સંપૂર્ણ વ્યાખ્યામાં સમાવિત મહા પુરુષોથી થઈ છે. ગાલિબના મદ્યપાને શાયરોને એવો સંકેત આપ્યો કે એ પણ શાયરી નું કોઇ અનિવાર્ય અંગ છે.અને તે પછી ઘણા અપવાદો બાદ કરતા કેટલાક શાયરો ગાલિબની આ કૂટેવને શાયરીનો કોઇ છંદ સમજી વળગી રહ્યા અને હજી પણ છે


.
આ’વલી’ગુજરાતી જે ઉર્દૂ ભષાના પ્રથમ ગ્રંથષ્ઠ કવિ હોવાનો માથે તાજ રાખે છે. એની ગોધરા કાંડ પછી આપણે શી વલે કરી?

’જમીં ખા ગઈ આસ્માં કસે કૈસે’

વલીનો વતન પ્રેમ:
દિલ્હી ગયા પછી વલી ગુજરાતને ખુબ યાદ કરવા લાગ્યા. દૂર રહેતી કોઇ પ્રેયસી માટે તડપે એમ વલી તડપતા રહયા અને દર્દભરી ગઝલ લખી. વલી દિલ્હીથી તેની બધી શાનો શૌકત, અને મિત્રોને છોડી ગુજરાત પરત થયા.

ग़ुजरात के फिराक से है खार खार दिल
बेताब है सीना मने आतिश बहार दिल.
मरहम नहीं ईसके जखमका जहान में
समशीए हीज्र से हुआ है फिगार दिल.

અનુવાદ: ગુજરાત ના વિરહથી મારું હૃદય કંટકોથી ખુંપાઈ ગયું છે. મારા હૃદયની વસંત અગ્નિનીની જવાળાઓમાં લપેટાય ગઈ છે,અને બેચેન છે. માર ઘાવનો આ વિશ્વમાં કોઈ મલમ દ્રષ્ટિ ગોચર થતો નથી
આ વિયોગની ની તલવારથી મારા હૃદયના ટૂકડે ટૂકડા થઈ ગયા છે

ઉર્દૂના સુવિખ્યાત ક્રાંતિકારી શાયર મખ્દુમ મહ્યુદ્દીને આપેલી એક હૃદયંગમ કાવ્ય અંજલિ:
:
यक़ी बख़्शा जुबां को जिसने पहले उसके जीने का
वह पहला “नाखुदा” हिन्दुस्तानी के सफ़ीने का
दिये रौशन किये मन्दिर में काबे के चिराग़ों से
हज़ारों जन्नतें आबाद कर दीं दिल के दागों से
वह मिरासे जहां वह ख़ुल्द का पैगाम आता है
दकन की सरज़मीं पर ज़िन्दगी का जाम आता है

વલીની ગઝલો સત્તરમી સદીના અંત અને અઢારમી સદીના આરંભની ગઝલો છે.ઉર્દૂ ની ટંકશાળી વાણી આકાર લઈ રહી હતી.રેખ્તા નવું રૂપ ધારણ કરીને આવી રહી હતી.વલીએ ભાષાને નવો રમણો ઓપ અને વણાંક આપ્યો.ખ્વાજા અમીર ખુસરો,ચકબસ્ત અને વલી કુતુબની હિન્દુસ્તાની,રેખ્તા,ઉર્દૂનાં માથે આધુનિક કલાસીકલ રંગ ચઢાવ્યો.
દિલ્હીમાં વલીને વતનની યાદ સતાવવા લાગી.અને વતન પ્રેમમાં અને વિરહમાં એમને લખેલી નીચેની ગઝલ,એમને સરખેજ,અમદાવાદ સાથે કેવો લગાવ હતો તેનું પ્રતિબિંબ છે.

ગુજરાતકે ફિરાક સે-વલી ગુજરાતી
ગુજરાત કે ફિરાકે સોં હૈ ખા઼ર-ખા઼ર દિલ
બેતાબ હૈ સૂનેમન આતિલબહાર દિલ
મરહમ નહીં હૈ ઇસકે જખમ઼કા જહાઁમને
શમ્શેરે-હિજ્ર સોં જો હુઆ હૈ ફિગા઼ર દિલ
અવ્વલ સોં થા જ઼ઈફ઼ યહ પાબસ્તા સોજ઼ મેં
જ્યોં બાત હૈ અગ્નિકે ઉપર બેકરાર દિલ
ઇસ સૈરકે નશે સોં અવલ તર દિમાગ થા
આખિરકુઁ ઇસ ફિરાક઼ મેં ખીંચા ખુમાર દિલ
મેરે સુનેમેં આકે ચમન દેખ ઇશ્ક કા
હૈ જોશે-ખું સોં તનમેં મેરે લાલાજાર દિલ
હાસિલ કિયા હૂઁ જગમેં સરાયા શિકસ્તગો
દેખા હૈ મુઝ શકીબે હોં સુબ્હેબહાર દિલ
હિજરત સોં દોસ્તાઁકે હુઆ જી મેરા ગુજર
ઇશ્રત કે પૈરહન કુઁ દિયા તાર-તાર દિલ
હર આશના કી યાદ કી ગર્મીસોં તનમને
હરદમમેં બેક઼રાર હૈ મિસ્લે-શરાર દિલ
સબ આશિક઼ાઁ હજૂર અછે પાક સુર્ખ઱ૂ
અપના અપસ લહૂસોં કિયા હૈ ફ઼િગાર દિલ
હાસિલ હુઆ હૈ મુજકૂઁ સમર મુજ શિકસ્ત સોં
પાયા હૈ ચાક-ચાક઼ હો શકલે-અનાર દિલ
અફસોસ હૈ તમામ કિ આખિરકુઁ દોસ્તાઁ
ઇસ મૈક઼દે સોં ઉસકે ચલા સુધ બિસાર દિલ
લેકિન હજાર શુક્ર વલી હક઼કે ફૈજ઼ સોં
ફિર ઉસકે દેખનેકા હૈ ઉમ્મેદવાર દિલ

શબ્દાર્થ
ફિરાક=: વિયોગ, ખા઼ર-ખા઼ર =: કાઁટા-કાઁટા, બેતાબ:= અધીર, સૂનેમન:= શૂન્ય, આતિલબહાર:= આગ બરસતા શમ્શેરે-હિજ્ર:= વિયોગ કે ખડ્ગ, ફિગા઼ર=: ઘાયલ જ઼ઈફ઼: =નિર્બલ, પાબસ્તા:= પાદનિગડ઼િત, સોજ઼:= જલન ખુમાર=:મદાલસતા જોશે-ખું: =ખૂન કે ઉબાલ હાસિલ:= પ્રાપ્ત, સરાયા: =સિર સે પૈર તક, શિકસ્તગી:= પરાસ્તતા, શકીબે:= સન્તોષ, સુબ્હેબહાર=: વસંત કી સુબહ ઇશરત:= પ્રમોદ, પૈરહન=: પરિધાન આશના:= મિત્ર, તનમને=: શરીર મેં, , મિસ્લે-શરાર:= અંગારે કી તરહ સમર:= ફલ, મુજ શિકસ્ત=: મેરી હાર, ચાક-ચાક઼:= ટુકડ઼ે-ટુકડ઼ે, શકલે-અનાર:= અનાર-જૈસી હકકે ફ઼ૈજ઼=:ખુદાકી દયા

તુઝ લબ કા: વલી મોહમ્મદ ‘વલી‘ ગુજરાતી

રૂહ બખ઼્શી હૈ કામ તુઝ લબ કા
દમ- એ ઈસા હૈ નામ તુઝ લબ કા
હુસ્ન કે ખ઼િજ઼્ર ને કિયા લબરેજ઼
આબ એ હૈવાઁ સૂઁ જામ તુઝ લબ કા
મન્તક઼ ઓ હિકમત ઓ મઆની પર
મુશ્તમલ હૈ કલામ તુઝ લબ કા
રગ઼ એ યાક઼ૂત કે ક઼લમ સે લિખેં
ખ઼ત પરસ્તાઁ પયામ તુઝ લબ કા
સબ્જ઼ા ઓ બર્ગ ઓ લાલા રખતે હૈં
શૌક઼ દિલ મેં દવામ તુઝ લબ કા
ગ઼ર્ક઼ એ શક્કર હુએ હૈં કામ ઓ જ઼બાન
જબ લિયા હૂઁ મૈં નામ તુઝ લબ કા
દિલરુબાકી અદા-વલી ગુજરાતી
દિલ કો લગતી હૈ દિલરુબા કી અદા
જી મેં બસતી હૈ ખુશ-અદા કી અદા
ગર્ચે સબ ખ઼ૂબરૂ હૈં ખ઼ૂબ વલે
ક઼ત્લ કરતી હૈ મીરજ઼ા કી અદા
હર્ફ઼-એ-બેજા બજા હૈ ગર બોલૂઁ
દુશ્મન-એ-હોશ હૈ પિયા કી અદા
નક઼્શ-એ-દીવાર ક્યૂઁ ન હો આશિક઼
હૈરત-અફ઼જ઼ા હૈ બેવફ઼ા કી અદા
ગુલ હુયે ગ઼ર્ક આબ-એ-શબનમ મેં
દેખ ઉસ સાહિબ-એ-હયા કી અદા
ઐ “વલી” દર્દ-એ-સર કી દારૂ હૈ
મુઝકો ઉસ સંદલી ક઼બા કી અદા

For More information visit : http://bazmewafa.blogspot.com