આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
રુદન નકરુ મૌખીક જરુરી નથી
ભાર બધો પલક પર જરુરી નથી
મતલબની દુનિયાછે સમજી જશે
બધા અર્થને જાણે જરુરી નથી
પ્રતિબિંબ રોજ જુઠ્ઠુ બોલે ત્યારે
મુખ દર્પણમાં જોવું જરુરી નથી
પાંડિત્ય હાથશાળે બેસી પણ મળે
ભણવા કાશીએ જવું જરુરી નથી
મનથી વધારે ક્યાં માંગ્યુ છે “ઝાઝી”
ભિક્ષુક્નું સ્થિતપ્રજ્ઞ હોવું જરુરી નથી
-
કવિ નાનાલાલZazi.com © 2009 . All right reserved |
Read more...