-
Details
-
Written by રચના ઉપાધ્યાય કમરાટા
-
Parent Category: યાયાવર
-
Category: ફેબ્રુઆરી 2011
-
-
મળ્યું બસ ક્યાંકથી સરનામું મારું
વરસ્યા કરે છે બહાર સતત ચોમાસું મારું
શીળો સો એક જંગલી તિખારો પ્રગટે
બરફના ઠંડાગાર ચોસલા પાડે દિલડું મારું
નિશાન બધા ક્યાં ક્યાં નથી મેં છોડ્યા
રણમાં લીલુંછમ ઘર ક્યાંથી ગોતશું મારું
મુસાફરી જોખમી ખેડી સાતે સમુન્દરોની
મળી જશે અજાણ્યું સ્વજન સુ મારું
"રચના" વિચારોના ઘૂંઘટમાં લપાયા શબ્દો
કવિતા જેવું કંઈક તો બનશે ખરું મારું
બેવીલે,ન્યુ જસીં, અમેરીકા
Comments
કવિતા જેવું કંઈક તો બનશે ખરું મારું
Very nice........