આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અશ્રુઓના તોરણો બંધાય તો.
યાદના જો મોતીઓ સર્જાય તો.
કોણ એના રંગથી રીઝશે ભલા,
ફૂલથી જો ફોરમો લોપાય તો
સ્નેહના આ વાદળો ક્યાંથી બને,
દિલ તણા જો સાગરો સુકાય તો.
મયકદામા રણ બધા જાશે વસી,
શરબતી એ આંખડી છલકાય તો.
એ અદાઓ પણ નિરર્થક થૈ જશે,
સાદગીમાં દીલકશી મ્હેકાય તો.
રાતડી ની આંખ અશ્રુ સારશે,
ઝુલ્ફ રેશમ ની ઘટા વિખરાય તો.
ભેદ સર્જન નો’વફા’તુ પુછજે,
જો કદી એનું મિલન થૈ જાયતો
ઓન્ટોરીઓ , કેનેડા
-
રામકૃષ્ણ પરમહંસZazi.com © 2009 . All right reserved |
Read more...