આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પથ્થરોનાં જિર્ણ વર્ષો, ઝૂરે, જાગે મન કાવ્ય
શબ્દો જાણે રાહ જોતા જઠરાગ્નિની સદાય.
નજર મારી, સદૈવ જોતી વિશાળતા સૌ પદાર્થે,
પ્રાણ મારા ઝંખે, જાગે, શિશુવિશ્વસ્મરણાર્થે.
જીવન જીવતું, વજન વહેતું અસ્તિત્વરૂપી ભારા,
બચ્યા ખુચ્યા સૌ રાહ જોતા સ્મરણાવશેષો મારા.
જગત દીસતું, મથતું જાણે, જીજીવિષા દર્દજાળે,
તરફડે છે વૃદ્ધ મત્સ્ય, અર્વાચીન અશ્રુપાળે.
સીમ ભેંકાર, વગડા સૂના, માર્ગ ધોરી અટૂલા,
ધૂળ ડમરી, પણ નથી જ્યાં, પવનની યાદે ઝૂલા.
જ્યાં ભમે છે કાળો બાહુક વને વને નિર્વિધ્ને,
કર્કોટકની મૈત્રી શોધે, મુજ મન કાળસ્વપ્ને.
સભ્ય શાણું, દિન મધ્યે, નિદ્રાધિન દૈવ મારું,
ઉદય ગાને સ્વપ્નસૃષ્ટિ, દડદડે અશ્રુ ખારું.
ડાળ સમજી ટેકો લેતો, વૃક્ષ તોતિંગ જણાય,
લાળ ટપકે, કાળભોરીંગ, માતૃભાષા તણાય.
ક્યમ સમજાવું, મિત્ર બાહુક, છંદની છોડ માયા,
જે દેશે તું કાવ્ય શોધે, શબ્દ માત્ર પ્રેતકાયા.
સાન ફ્રાનસિસ્કો , બૅ અરીઆ, યુએસએ
-
મહાભારતZazi.com © 2009 . All right reserved |
Read more...