આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
નોંધ : નવા જુવાનીયાઓ કે જેમના લગ્ન નથી થયા અને ગર્લ ફ્રેન્ડ પટાવા મૂડ માં છે કે પટાઈ દીધી છે તેવા યુવાનીયાઓ ઈ ખાસ ઈચ્છા કરીને વાંચવા જેવો લેખ .
આમ તો થોડા દિવસો થી હું ખુશ જ રહેતો હોઉં છું કારણ કે થોડા સમય પહેલા જ એક નવી ગર્લ ફ્રેન્ડ આવી છે લાઈફ માં બકા..!!આમ તો ઘણી આવી ગઈ પણ આવી વેરાયટી ગર્લફ્રેન્ડ તો પહેલી જ વાર આવી છે. નમણી નાજુક , ધતુરા ના કોમલ ફૂલ જેવી આ નવી ફ્રેન્ડ છે મારી..!! આમ તો લોકો પરણ્યા પછી પત્ની ને ખુશ રાખવાના ઉપાયો કરતા જ હોય છે પણ આતો પરણ્યા પહેલા જ કેવી રીતે ખુશ રાખવી ગર્લ ફ્રેન્ડ ને તેના ઉપાયો છે.
ઉપાય ૧ :- રોજ રાત્રે બાર વાગે અને ફોન કરે મારે ચા અને મસ્કાબન ખાવાની ઈચ્છા થયી છે તો તમને મને પ્લીઝ ખાવા લઇ જાવને..?? તો આપને આપનું પેટ્રોલ બગાડી ને લાલદરવાજા એની સેવા કરવા જવાનું અને એ પણ પછી લકી માં ચા અને મસ્કાબન ખાવા તો ૧૮ રૂપિયા ના મસ્કાબન એવા બે મંગાવના,બે ચા મંગાવાની અને આપણા ખીશા ના રૂપિયા ખાલી કરવાના..:) અને પેટ્રોલ ના તો જુદાજ બકા..!!
ઉપાય ૨ : આગલા દિવસે ફોન કરીને કહે આપણે જમવા માણેક ચોક જઈશું..?? શું થાય આપણે પરાણે હા તો પડવી જ પડે એને ખુશ રાખવા..!! માટે જવું તો પડે જ..! ( આમ તો ખબર દરેક અમદાવાદી ને ખબર હોય કે માણેક ચોક માં સસ્તું જમવાનું મળે પણ પેલા મેડમ (ગ.ફ્રે) મુંબઈ વાસી એટલે એમને તો લારી નું જ ભાવે..?? આમ લારી પર જમવા ગયા તો ના ફાવ્યું મને છતાય ઘરે આવી ને પાછું ખાવું પડ્યું..ખાલી મને તો પિઝ્ઝા ભાવ્યા એ પણ સસ્તા ખવડાયા મીની પીઝા ૨૦ રૂપિયા ના એને તો મજ્જા પડી ગઈ..મને કે હું બીજી વાર આવીશ ને તો આપણે અહીં જ આવીશું મેં કહ્યું તમારી ઈચ્છા શિરોધાર્ય ..!!
જો ગર્લ ફ્રેન્ડ ને ખુશ કરવા એને ડાર્ક તહેવારે કૈક ને કૈક આપવાનું, એનો બર્થડે હોય તો પાર્ટી આપવાની, વેલેન્ટાઇન દે હોય તો ગુલાબ આપવાનું, બહાર થી આવે તો એરપોર્ટ પર લેવા જવાનું ,એને ખોટું લાગે તેવા કામ કરવા નઈ ( એ જાય પછી થાય..!) જો બોય ફ્રેન્ડ ફેસબુક કે ટ્વીટર પર આખો દિવસ ચોટેલો હોય તો તેને એકાઉન્ટ ડીએક્ટીવેટ કરવા કહે અને કરી નાખવાનું બકા..!! ( પણ એક એકાન્ટ વધારા નું રાખવાનું કે જેમાં એ ના હોય..)
આમ ગર્લ ફ્રેન્ડ ને ખુશ રાખવા તેમને પ્રેમ થી સંબોધન આપવું જેમકે સ્વીટ હાર્ટ ( ગળ્યું હૃદય), ડાર્લિંગ ,પછી એની સામે જોઇને ગીત ગાવું દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા.., ભમરા બગીયન મેં ફસ ગયા ( ભમરા એટલે બોય ફ્રેન્ડ ), બીજા વગેરે લાડ થી પ્રેમ થી સંબોધન આપવા..
બાઈક હોય તો લોંગ ડ્રાઈવ પર લઇ જવી,( પેટ્રોલ ના રૂપિયા એ આપતી હોય તો), નઈ તો શટલિયા માં કે બસ માં ફેરરવી..કાર હોય તો બકા મજ્જો જ મજ્જો..!!
મોબાઈલ પર રોજ કલાકો ના કલાક ફોન પર વાતો કરવી. ( રૂપિયા ના ધુમાડા કરવાના ને પ્રોવાઇડર ને કંપની ને જલસા કરવાનાં..)
એને મોટા મોટા મોલ માં અથવા રોમેન્ટિક જગ્યા એ ફરવા લઇ જવાની..( સાયન્સ સીટી ની પાછળ, લો ગાર્ડન ( લવ ગાર્ડન), કાંકરિયા વગેરે જગ્યા એ લઇ જવાની..!!
નવું ફિલ્મ આવે તો ફિલ્મ જોવા લઇ જવાની એ પોતે હિરોઈન હોય એવું તો નઈ જ..!!
એની આગળ પાછળ બોડીગાર્ડ થઇ ને ફરવું એની દરેક વાત માં હા પડવી કદાપી ના ના પાડવી ,
એને મળવા પાંચસો રૂપિયા આપી ને માટલા લઈને ફોડવા પડે તો ફોડવાના, ( દબંગ ની સીન યાદ આવ્યો.!!)
ચાર રસ્તા પર ના સ્ટેચ્યુ પાસે બેસી ને ગીતા ગાવા..( અજબ પ્રેમ કી ગઝબ કહાની )
એનો ભાઈ જોડે આવે તો ફ્રેન્ડ ગણી ને પાર્ટી કરાવાની,
દરેક પ્રસંગ માં એને આમત્રણ આપવું,
એને રોજ રોજ નવી ગીફ્ટ મોકલવી
રોજ નવા પ્રેમ પત્રો (અત્યારે તો નામ ના જ બની ગયા છે) તેવા ગ્રીટીંગ્સ મોકલવા,
આવા દરેક સારા કાર્યો કરીને ગર્લ ફ્રેન્ડ ને ખુશ રાખવી અને અને નિત નવા નખરા એની સામે કરતા જ રહેવા વિનંતી.
( તાજા કલમ :- પરણિત ભાઈ માટે ખાસ સુચના કે પત્ની ને ખુશ રાખવા ના ઉપાયો લગ્ન કાર્ય બાદ અનુભવ થયા બાદ લખવા માં આવશે જેની તાકીદે નોંધ લેવા વિનંતી.)
-કડવો અમદાવાદી
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved |
Comments