આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અત્યારે ભારત માં જોર શોર થી ડુંગળી ના ભાવ નો વધારો ચર્ચાય છે। લેખકો, કવિઓ ડુંગળી પર ગઝલ તથા લેખો લખી રહ્યા છે એમાં હું પણ આવી ગયો। ગરીબો ની કહેવાતી કસ્તુરી ડુંગળી ના ભાવ આજે દસ રૂપિયાથી વધી ને સો રૂપિયા થઇ ચુક્યા છે હવે મજુર વર્ગ, શ્રમજીવી વર્ગ બપોર ના સમયે રોટલો ડુંગળી ને મરચું ખાય તો કેવી રીતે ખાય।।!! વળી આમાં સંગ્રહખોરો તેમનો મન ફાવે તેવો ભાવ વધારા નો ફાયદો લઇ પ્રજા ને મોંઘા ભાવે ડુંગળી આપે છે।।!!
આમ તો ડુંગળી પર ભાવ વધારો થવાની સાથે સરકાર હવે દર વર્ષે "ડુંગળી ડે - ઓનિયન ડે "ઉજ્જ્વવાનું નક્કી કર્યું વળી આ દિવસે પ્રજા ના રાહત ભાવે પાંચ પાંચ કિલો ડુંગળી રેશનીંગ ની દુકાને થી મળી રહેશે। બાળકો ને શાળા માં "ઓનિયન ડે " નિમિતે ડુંગળી ની બનાવટ ની ચીઝ વસ્તુઓ લાવવા પ્રતિબંધ ફરમાવતી સરકાર અને તેના બદલે બાળકો ને "ઓનિયન ફ્લેવર " ચોકોલેટ આપવા માં આવશે। ડુંગળી ના ભાવ વધારા નો વિરોધ કરવા પ્રજા હવે "ડુંગળી આકાર ના બનાવેલા વસ્ત્રો "પહેરી પોતાનો વિરોધ જાહેર કરશે અને નવા બનનારા રોડ રસ્તા પૂલ ને "વીર ડુંગળી દેવી માર્ગ " તરીકે જાહેર કરવા માં આવશે। દેશ ના નાગરીકો ને કસ્તુરી સમાન ડુંગળી હવે હોટેલ માં પંજાબી જમણ સાથે નહિ મળી રહે તથા જોઈ તી હશે તો તેનો વધારો નો ચાર્જ ચૂકવવાનો પડશે જયારે સામાન્ય ભોજનાલય તથા નાનકડી લારી માં છોલે ભટુરે વાળા "ટેસ્ટ " માટે ડુંગળી પ્રેમ થી લીંબુ નો રસ નીચોવી મીઠું નાખી પીરસશે।।!!
પ્રજા હવે પોતે નવા લીધેલા ઘર નું નામ "શ્રી ડુંગળી નિવાસ " તરીકે રાખશે તથા શાળા સંકુલો માં એક વર્ગ "ડુંગળી વર્ગ " તરીકે નામ આપવાનું રહેશે જેમાં ભીંત પર ડુંગળી ના ચિત્રો લગાવવાના રહેશે અને બાળકો ને ફરજીયાત ડુંગળી વિષે
નિબંધ લખવાનો રહેશે।
નોંધ : નવા જુવાનીયાઓ કે જેમના લગ્ન નથી થયા અને ગર્લ ફ્રેન્ડ પટાવા મૂડ માં છે કે પટાઈ દીધી છે તેવા યુવાનીયાઓ ઈ ખાસ ઈચ્છા કરીને વાંચવા જેવો લેખ .
આમ તો થોડા દિવસો થી હું ખુશ જ રહેતો હોઉં છું કારણ કે થોડા સમય પહેલા જ એક નવી ગર્લ ફ્રેન્ડ આવી છે લાઈફ માં બકા..!!આમ તો ઘણી આવી ગઈ પણ આવી વેરાયટી ગર્લફ્રેન્ડ તો પહેલી જ વાર આવી છે. નમણી નાજુક , ધતુરા ના કોમલ ફૂલ જેવી આ નવી ફ્રેન્ડ છે મારી..!! આમ તો લોકો પરણ્યા પછી પત્ની ને ખુશ રાખવાના ઉપાયો કરતા જ હોય છે પણ આતો પરણ્યા પહેલા જ કેવી રીતે ખુશ રાખવી ગર્લ ફ્રેન્ડ ને તેના ઉપાયો છે.
ઉપાય ૧ :- રોજ રાત્રે બાર વાગે અને ફોન કરે મારે ચા અને મસ્કાબન ખાવાની ઈચ્છા થયી છે તો તમને મને પ્લીઝ ખાવા લઇ જાવને..?? તો આપને આપનું પેટ્રોલ બગાડી ને લાલદરવાજા એની સેવા કરવા જવાનું અને એ પણ પછી લકી માં ચા અને મસ્કાબન ખાવા તો ૧૮ રૂપિયા ના મસ્કાબન એવા બે મંગાવના,બે ચા મંગાવાની અને આપણા ખીશા ના રૂપિયા ખાલી કરવાના..:) અને પેટ્રોલ ના તો જુદાજ બકા..!!
ઉપાય ૨ : આગલા દિવસે ફોન કરીને કહે આપણે જમવા માણેક ચોક જઈશું..?? શું થાય આપણે પરાણે હા તો પડવી જ પડે એને ખુશ રાખવા..!! માટે જવું તો પડે જ..! ( આમ તો ખબર દરેક અમદાવાદી ને ખબર હોય કે માણેક ચોક માં સસ્તું જમવાનું મળે પણ પેલા મેડમ (ગ.ફ્રે) મુંબઈ વાસી એટલે એમને તો લારી નું જ ભાવે..?? આમ લારી પર જમવા ગયા તો ના ફાવ્યું મને છતાય ઘરે આવી ને પાછું ખાવું પડ્યું..ખાલી મને તો પિઝ્ઝા ભાવ્યા એ પણ સસ્તા ખવડાયા મીની પીઝા ૨૦ રૂપિયા ના એને તો મજ્જા પડી ગઈ..મને કે હું બીજી વાર આવીશ ને તો આપણે અહીં જ આવીશું મેં કહ્યું તમારી ઈચ્છા શિરોધાર્ય ..!!
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved | Feed Entries |