આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કનુભાઈ, કનુભાઈ...... સવાર સવારમાં જયસુખ બુમો પાડતો કનુભાઈના ઘરમાં ઘુસી ગયો. એક સામાન્ય અમદાવાદિની જેમ કનુભાઈ એ પગ પર લેંઘો અને ખભાપર ગંજી પહેરીને છાપું વાંચતા હતા.
જયસુખ બુમો ના પાડ.
કનુભાઈ આ મહિનાનું મોટામાં મોટું કૌભાંડ મેં પકડી પાડ્યું છે.
જયસુખ કૌભાંડ પકડવાના કામ આપણા નથી. તે આવુ કામ કર્યુંજ કેમ?? અને હવે ભારતમાં દર મહિને કૌભાંડ થાય છે?? આ નરોનું રાજ્ય છે કે રામ રાજ્ય કે મોહન રાજ્ય??
બોસ એક નાગરીક તરીકે આપણા સૌની ફરજ છે કે કૌભાંડનો પર્દાફાશ કરીએ. રાજ્યની તો એશીકીતેશી. બસ હવે અરબવાળી કરો.
જયસુખ યુ સીલી બોય, તુ નાગરીક નથી, અસામાજીક તત્વ છે, સવાર સવારમાં બાજુવાળાના ઘરમાં ઘુસી જવું યોગ્ય છે??
કનુભાઈ બસ આ દિવાલને પાડી દો, હું તમારો ઘરવાળો છું...સોરી આઈ મીન ઘરનોજ માણસ છું.
જયસુખ ભગવાને તને એક ચોક્ક્સ અવયવ આપવાનુ ભુલિ ગયા છે.
કયું અંગ?
ટ્રિંગ ટ્રિંગ.... ટ્રિંગ ટ્રિંગ .......
અડધીરાતે જયસુખનો ફોન જાગ્યો. જયસુખ ડબલ બેડનાં પલંગમાં એક્લો આળોટતો હતો....ફોન ની રિંગ વાગતાજ એ કુદીને મોટેથી બોલ્યો....હલો....હલો કોણ બોલો છો.
ગાંધીજી....ફોન માંથી અવાજ આવ્યો.
ગાંધીજી..? બાપુ...મહાત્મા ગાંધીજી
હા.
ઓ બાપુ બોલો બોલો....પણ યાર તમારે ફોન કરવો પડ્યો..? સોરી એટલે કે માફ કરજો, યાર નહિં મુરબ્બી તમારે ફોન કેમ કરવો પડ્યો?
હા, બકુલ (ત્રિપાઠી) ને ખાંસી અને શરદી થઈ છે.
હલો....હલો....
હા હલો...બોલો...કોણ બોલે છે?
હલો સ્વગૅ?
હા સ્વગૅ! તમને કોનું કામ છે?
હલો જયસુખ બોલુ છુ, બકુલનભાઈને આપોને.
જયસુખભાઈ બકુલ જ બોલુ, બોલો કેમ ફોન કરવો પડ્યો?
હા બકુલભાઈ , નહેરુચાચા અને રાજીવ ગાંધી સાથે વાત કરવી છે?
જયસુખભાઈ તમે તો કોંગ્રેસ ના માણસ લાગો છો!?
સવાર ના લગભગ આઠ વાગ્યા હશે. રાબેતા મુજબ જયસુખ રવિવારના એના નિયમ મુજબ કનુભાઇના આગળના રુમમાં પૂતીૅ વાંચવા બેસી ગયો હતો. કનુભાઇ હજુ બાથરુમમાં હતા, એમના પત્ની રસોડમાં મગની દાળ ચઢાવતા હતા તો કનુભાઇનો એકનો એક નફફટ હજુ પાછલા રુમની લોબીમાં સૂતો હતો.
જયસુખ હજી બીજા પાના પર હતો ત્યારે કનુભાઇના ફોનની ઘંટડી રણકી ઉઠી....કોઇ માણસને એક જોરદાર મુકકો બરડામાં ઠોકી દઇએ ને પછી કળ વળે ત્યાં સુધી એ આપણને ઘુરકયા કરે એ રીતે જયસુખ કનુભાઇના ફોન સામે જોઇ રહયો હતો....સુતેલા નફફટે....નાહતા કનુભાઇ એ....અને દાળ વઢાવતા કનુભાઇના પત્નીએ ફોનની રીંગ સાંભળી.....ત્રણે જણ્યા બોલ્યા ક રીંગ વાગે છે.....કનુભાઇ ફોન ઉપાડે તો સારુ....
સાત રીંગ વાગ્યા પછી ફોન બંધ થઇ ગયો.
શું આફત આવી છે, કોઇ ને કહેવાય નહી ને મારાથી સહેવાય નહી.
મોટો નિસાસો નાખી ને જયસુખ કનુભાઇ એ લાવેલા નવા નકકોર સોફા પર, અંતરીક્ષ માં રખડતા લોખંડના ઢેફાની માફક પડયો. તે એવો પડયો કે નવા નકકોર સોફાની સ્પ્રીંગો ની ચિસો છેક રસોડામા કામ કરતા નફફટના મમ્મી સુધી પહોંચી ગઇ....અને રસોડામાથી અવાજ આવ્યો...
નફફટ નવા સોફા પર ધીમેથી બેસ......
ઓ......આ....ના...ના... ભાભી એતો હું છું .............જયસુખ...અને બીજી પળે જયસુખ છાપુ વાંચવા માં ખોવાઇ ગયો.
અરે ભગવાન તમે જયસુખ ભાઇ જરા તો સમજો?
વાત નો દોર સંભાળતા કનુભાઇ અંદરના રુમમાંથી બહાર આવી ને જયસુખ ને કિધુ , તારા ભાભી તને કંઇ કહે છે, તેં સાંભળયું??
હેં કનુભાઇ શું??
કંઇ નહીં.
-
નેપોલિયન બોનાપાર્ટZazi.com © 2009 . All right reserved | Feed Entries |