આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૨૫૦ ગ્રામ ટામેટા, ૧૦૦ ગ્રામ ફલાવર, ૧૦૦ ગ્રામ કોબીજ, ૧૦૦ ગ્રામ ગાજર, ૫૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ પાલકની ભાજી, ૧૦૦ ગ્રામ ડુંગળી, ૨ ચમચી લીંબુ, ૨ ચમચી માખણ, ૧ ચમચી મેદો, કાળા મરી, પાઉડર, મીઠું, બ્રેડના તળેલા ટુકડા.
રીત
સૌ પ્રથમ બધા જ શાકને સાફ કરી ઝીણાં સમારવા બટાકાની છાલ કાઢી સમારી લો. ૨ ગ્લાસ પાણી નાંખી પ્રેશર કુકરમાં બાફી લો. ઠંડુ પડે એટલે બ્લેન્ડર ફેરવી લેવું. ડુંગળી છીણી નાંખો. વાસણમાં માખણ ગરમ કરી છીણેલી ડુંગળી નાંખી સાતળો. તેમાં મેંદો નાખી હલાવી લો. ત્યાર બાદ તેમાં શાકનું તૈયાર કરેલ મિશ્રણ નાખો. પ્રમાણ સર કાળા મરી પાઉડર નાંખો. સ્વાદ મુજબ મીઠું નાંખી ધીમે તાપે ઉકળવા દો. જરૂર મુજબનું ઘટ્ટ થવા દેવું. સ્વાદ મુજબ લીંબુ રસ નાંખો. અને સૂપના બાઉલમાં બે્રડના તળેલા ટુકડા નાખી સૂપ સર્વ કરો.
-
કવિ નાનાલાલZazi.com © 2009 . All right reserved |
Read more...