વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 73 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી બર્થડે કેક જોઈ? પત્નીએ પૂછયું

છે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.

સૂપ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી

૧૦ શેકતાની સીંગ, ફુદીનાના પાન, મીઠું, મરી, લીંબુ.


રીત

શેકતાની સીંગને વરાળથી બાફી લેવું. ત્યાર બાદ પાણીમાં બાફેલી સીંગનો બધો ગલ કાઢી નાખવો. ત્યારબાદ તેમાં મીઠું, મરી, લીંબું નાંખવું. ત્યારબાદ આ પાણી ગરમ કરવા મુકી બ્લેન્ડર ફેરવી દેવું. અને ફૂદીનાના પાન થી ડેકોરેટ કરવું.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી

૨૫૦ ગ્રામ ટામેટા, ૧૦૦ ગ્રામ ફલાવર, ૧૦૦ ગ્રામ કોબીજ, ૧૦૦ ગ્રામ ગાજર, ૫૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ પાલકની ભાજી, ૧૦૦ ગ્રામ ડુંગળી, ૨ ચમચી લીંબુ, ૨ ચમચી માખણ, ૧ ચમચી મેદો, કાળા મરી, પાઉડર, મીઠું, બ્રેડના તળેલા ટુકડા.


રીત

સૌ પ્રથમ બધા જ શાકને સાફ કરી ઝીણાં સમારવા બટાકાની છાલ કાઢી સમારી લો. ૨ ગ્લાસ પાણી નાંખી પ્રેશર કુકરમાં બાફી લો. ઠંડુ પડે એટલે બ્લેન્ડર ફેરવી લેવું. ડુંગળી છીણી નાંખો. વાસણમાં માખણ ગરમ કરી છીણેલી ડુંગળી નાંખી સાતળો. તેમાં મેંદો નાખી હલાવી લો. ત્યાર બાદ તેમાં શાકનું તૈયાર કરેલ મિશ્રણ નાખો. પ્રમાણ સર કાળા મરી પાઉડર નાંખો. સ્વાદ મુજબ મીઠું નાંખી ધીમે તાપે ઉકળવા દો. જરૂર મુજબનું ઘટ્ટ થવા દેવું. સ્વાદ મુજબ લીંબુ રસ નાંખો. અને સૂપના બાઉલમાં બે્રડના તળેલા ટુકડા નાખી સૂપ સર્વ કરો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી

૧ ચમચો માખણ, અડધો કપ સમારેલા ટામેટા, અડધો કપ ડુંગળી સમારેલી, એક કપ મીઠા કોર્ન, ૨ કપ દૂધ, ૧ ચમચી ફુદીનાના પાન, મીઠું, મરી સ્વાદ અનુસાર.


રીત

માખણને ગરમ કરી તેમાં કાંદા ટામેટા સાંતળવા. ટામેટા પોચા પડે તેમાં કોર્ન બાફેલા મિકસ કરો. એક ઉભરો આવે એટલે ધીમા તાપે પાંચ મિનીટ સુધી રાંધો. ટામેટા મિકસરમાં ક્રશ કરી ગાળો. હવે તેને પેનમાં નાખી તેમાં દૂધ નાખીને સતત હલાવતા રહો. બીજી બધી સામગ્રી પણ મિકસ કરો. ઉભરો આવે એટલે ફુદીનાના પાંદડાથી સજાવી ગરમાગરમ પીરસી શકાય.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી

અડધો કપ ડુંગળી, ૧ ચમચી માખણ, ૩ કપ સમારેલા તાજા મશરૂમ, ૧ કપ દૂધ, કયુબ ચીઝ, ૪ કપ પાણી, કોથમીર, મીઠું, મરી.


રીત

પેનમાં તેલ અથવા માખણ ગરમ કરી ડુંગળી અને મશરૂમ પોચા પડે ત્યાં સુધી રાંધો પછી ઉભરો આવે ત્યાં સુધીરાખો. ઉપર કોથમીર અને ચીઝ છીણેલી ભભરાવી સૂપમાં મીઠું મરી સ્વાદ અનુસારલો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સામગ્રી

અડધી દુધી, ૧ નાની ડુંગળી, અડધી ચમચી માખણ, અડધી ચમચી કયુબ ચીઝ, મીઠું, મરી, લીંબુ, કોથમીર.


રીત

દુધીને છોલી લઈ તેના નાના ટુકડા કરી ૪ કપ પાણી ઉકાળી તેમાં તેને ૫-૭ મીનીટ ફુલ ગેસ પર ગરમ થવા દેવું. તેમાં ડુંગળીના પણ નાના ટુકડા કરી ચડવા દેવું. ત્યારબાદ તેમાં બ્લેન્ડર ફેરવી દેવું. તેમાં મીઠું, મરી, લીંબુ નાખી માખણ નાંખવુ અને ચીઝ છીણીને નાંખવુ અને કોથમીર ભભરાવવી.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries