આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૫૦૦ ગ્રામ લીલા વટાણા, અડધો કપ દૂધ, એક ચમચી કોર્નફલોર, મીઠું, એક ચમચી જીરા, અડધી ચમચી કાળા મરી પાઉડર, બે થી ત્રણ તેજ પત્તા.
રીત
સૌ પ્રથમ વટાણાને છોલીને ઉકળતા પાણીમાં ખુલ્લા જ બાફી લેવા. તેમાંથી પોણા ભાગના વટાણાને ૧ ગ્લાસ પાણીમાં ક્રશ કરી લો. અને વટાણાના લીકવીડને ગરમ કરવા મૂકો. દૂધમાં કોર્નફલોર ઓગાળી તેમાં મિકસ, કરી તેમાં સ્વાદ મુજબ મીઠું નાંખો. ૧ ચમચી જીરા પાવડર અને અડધી ચમચી કાળામરી પાવડર નાંખો. તેજ પત્તા પણ ઉમેરવા. સૂપને બરાબર ગરમ કરી તૈયાર કરી બાકી રાખેલા વટાણાને પણ નાખી દેવા. તેજ પત્તા થોડી વાર પછી કાઢી નાંખી. ગરમ સર્વ કરો.
-
ફ્રેંકલીનZazi.com © 2009 . All right reserved |
Read more...