આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૫૦૦ ગ્રામ ચણાની દાળ, ૫૦૦ ગ્રામ ખાંડ, બે નંગ જાયફળ, આઠ-દસ દાણા એલચી, ૨૫૦ ગ્રામ મેંદો, ચોખ્ખુ ઘી.
રીત
સૌ પ્રથમ ચણાની દાળને આઠ-દસ કલાક પલાળી રાખવી. ત્યાર પછી કોરી કરીને થોડુ પાણી નાંખીને કૂકરમાં બાફવી. કૂકર ઠંડુ પડયા પછી દાળને ચારણીમાં ઘસી નાખવી અને તેમાં ખાંડ નાંખી ગેસ પર મૂકવી. ખૂબ હલાવતા રહેવુ. તાપ મધ્યમ રાખવો. સતત હલાવતા રહેવાથી ચોંટશે નહીં. ખાંડની અંદર ચાસણી થઈને એકરસ થઈને પૂરણ એકદમ ઘટ્ટ થઈ જશે. ઠંડુ પાડીને લુઓ વાળી જુઓ. સરખો વળે તો માની લેવુ કે પૂરણ થઈ ગયુ છે. તેમાં જાયફળ અને એલચી નાંખીને ઠંડુ પડવા દેવુ. એકદમ ઠંડુ પડી જાય પછી લૂઆ પાડવા.
મેંદાના લોટમાં થોડુ મૌણ નાંખીને લોટ પરોઠા જેવો બાંધવો. તેમાં વચ્ચે પૂરણ મૂકીને વણવું. વણવા માટે બીજા લોટમાં બોળીને પણ વણી શકાય. જેટલી પાતળી વણવી હોય તેટલી વણી શકાય. નોનસ્ટીક પર વેઢમી શેકવી. નીચે ઉતારીને ઘી ચોપડવુ. પીરસતી વખતે પૂરતુ ઘી ફરીથી લગાડવુ. આ પચવામાં ભારે હોય છે. પણ સ્વાદમાં સારી હોય છે. આની સાથે પાતરા અને દહીંવડા વધારે સારા લાગે છે.
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
Read more...