આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
બસો ગ્રામ ચણાનો લોટ,
પસાચ ગ્રામ ઘઉં નો કકરો લોટ,
પચાસ ગ્રામ દહીં,
મીઠું,
મરચું,
હળદર,
ખાંડ,
લીંબુ,
વાટેલ આદુ મરચાં,
આખા ધાણા,
ખાંડેલા મરી ,
તેલ.
રીત
ચણા નો લોટ તથા ઘઉં નો કકરો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું,દહીં, હળદર, ખાંડ, લીંબુ, વાટેલ આદુ મરચાં, આખા ધાણા, ખાંડેલા મરી ઉમેરી તેમાં તેલનું મોણ નાંખો. થોડું પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો. ખીરુ ત્રણ ચાર કલાક ઢાંકી ને રાખી મૂકો. એક તાવડી માં તેલ મુકી ગરમ થાય એટલે એક ચમચો તેલ ખીરા મા રેડી હલાવો, ગોળ મોટા મોટા ગોટા ને તાવડી મા તળો.
આ ગોટા સાથે ગળી આંબળીયા ની ચટણી પીરસો.
-
મુનિ દેવેન્દ્રZazi.com © 2009 . All right reserved |
Read more...