આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૫૦૦ ગ્રામ મકાઈ, મીઠું, ખાંડ, વાટેલાં આદુ મરચાં, તલ, લીલાં ધાણાં, ૪-૫ ચમચી ચણાનો લોટ, થોડું ખાટું દહીં, લસણ.
રીત
સૌ પ્રથમ મકાઈને છોલીને છીણી નાંખવા. દાણા રહી ગયા હોય તો તેને પણ કાઢીને વાટી લેવા. તેમાં પ્રમાણસર મીઠું, મરચું, ખાંડ, તલ, ચણાનો લોટ, દહીં, લસણ બધું ભેળવી દેવું. અને પછી તેના વડા ઉતારવા. ગરમ ગરમ વડા સાથે સોસ કે લીલી ચટણી પણ ખાઈ શકાય. આ પ્રમાણ ચાર થી પાંચ વ્યકિત માટેનું છે.
-
આલ્બર્ટ હબ્બર્ડZazi.com © 2009 . All right reserved |
Read more...