આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સામગ્રી
૫૦૦ ગ્રામ મોળી શેકેલી શીંગ, ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ, ૨૦૦ ગ્રામ ચોખ્ખું ઘી.
રીત
સૌ પ્રથમ મોળી શીંગને છોલી નાંખવી. મીક્ષરમાં એને ક્રશ કરવી ભૂકો કરવો. તેલ નીકળે એટલું ક્રશ કરવું નહીં થોડું કરકરું રાખવું. એક થાળીમાં કાઢી લેવું. તેમાં ખાંડ નાંખવી. અને ઘી સાધારણ ગરમ કરીને તેમાં મીક્ષ કરવું. આ ત્રણેય પોલા હાથે હલાવીને નાના-નાના લાડુ વાળવા. આમાં ખજૂરના કટકા, શિંગોડાનો લોટ, સૂંઠ અને તલ કોપરું પણ નાંખી શકાય.
સામગ્રી
૪૦૦ ગ્રામ બટાકા, ત્રણ-ચાર ચમચી શિંગોડો અથવા રાજગરાનો લોટ, છાશ અથવા દહીં, સિંધવ લીલા આદુ મરચાં ઘી અને જીરુ, વઘારના આખા મરચાં બે-ત્રણ નંગ.
રીત
સૌપ્રથમ બટાકાને કૂકરમાં બાફી લો. છોલીને હાથથી મસળી કાઢો. છંૂદો કરવો નહીં. મોટા કટકા રહેવા દેવા. છાશ અથવા દહીંમાં સિંધવ, લીલાં આદુ મરચાં, બટાકા ભેગા કરી દેવા અને શિંગોડાનો લોટ અથવા રાજગરાનો લોટ ભેળવી દેવો. આ કઢી થોડી પાતળી રાખવી. ઘી જીરુ અને મરચાંનો વઘાર કરીને ઉકળવા દેવું. થોડીક ખટાશ હોય તો સ્વાદમાં સારું લાગે છે. એકલી પણ ખાઈ શકાય.
સામગ્રી
૨૫૦ ગ્રામ બટાકાની કાતરી જાળીવાળી, ૨૫૦ ગ્રામ બટાકાની સળીની કાતરી, ૨૫૦ ગ્રામ શિંગોડાનો લોટ, લાલ મરચું, ખાંડ, શેકેલી શીંગ આખી મોળી ૨૫૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ મોળી શીંગનો મોટો ભૂકો, સિંધવ, તળવામાટે તેલ.
રીત
સૌ પ્રથમ બટાકાની બંને કાતરી તળી લેવી. શિંગોડાના લોટમાં થોડુ વધારે તેલ નાખીને લાલ શેકો. બટાકાની બંને કાતરીને થોડો ભૂકો કરી નાંખવો. તેમાં લોટ નાંખી દેવો. બંને શીંગદાણા, સિંધવ, ખાંડ અને લાલ મરચું સ્વાદ પ્રમાણે નાંખીને પોલા હાથે હલાવીને ભરી દેવું.
-
દયાનંદ સરસ્વતીZazi.com © 2009 . All right reserved | Feed Entries |