આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
મુકદ્દરની લકીરો પણ હતી આડી જરા કળમાં,
અમારી પ્યાસ પણ છીપી નહીં, રે’વાં છતાં જળમાં
અમે દર્દો વિના કૈં પણ અહીં વ્હેંચી નહીં શક્યાં,
અમારી જિંદગી પૂરી થઈ રંગીન સહુ છળમાં
ઉભય એ સામ સામે આવતાં- બોલી નહીં શક્યાં,
ઘણાં વર્ષો તણો ઇતિહાસ ભજવાયો ફકત પળમાં
સુરાહીમાં હૃદયની પ્રેમનું ટીપું નહીં નાંખ્યું,
હવે શોધો ન સંવેદન મળેલા જામનાં તળમાં
જરા આ કાન સરવા રાખશો તો, સાંભળી શકશો,
’વફા’ જીવન વહી ચાલ્યું નદીના શાંત ખળ ખળમાં
બ્રમ્પટન, કેનડા
-
શ્રી અરવિંદZazi.com © 2009 . All right reserved |
Read more...