આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જીવન ઘડતર માટે પ્રતિકુળ સંજોગો અને સ્થળ ઉપીયોગી થઈ પડે છે. તમે જ્યાં જાઓ ત્યાં સાથે ભગવતી જગદંબા ઉપર શ્રધ્ધા-વિશ્વસ રુપી દિવ્ય સંપત્તિ અને પોતાનું વ્યક્તિત્વ લઈને જજો. તમારામાં રહેલ શ્રધ્ધા વિશ્વાસ રુપી આદિ દૈવિક શક્તિઓ અલક્ષિત રીતે તમારું રક્ષણ કરશે. તમારું જે વ્યક્તિત્વ હશે તે આધિભૌતિક રીતે રક્ષણ કરશે. અર્થાત તમારું વ્યક્તિત્વ જ તમારી સાથે સંબંધ ધરવનારા વ્યક્તિઓને તમારા પારિપાશ્ર્વિક સંયોગોને સુખરુપ કરી આપશે. આપણું ભૌતિક જીવન આપણા પ્રારબ્ધ ઉપર નિર્ભર કરે છે.
કલ્યાણમયી માં જગદંબા ગાયત્રી શક્તિને કેન્દ્ર્માં રાખીને પ્રયાસ કરવામાં સ્વપર કલ્યાણ સમાયેલું છે. નિરંતર આંતરનિરીક્ષણ કરતા રહેજો. સદા કલ્યાણમયી ભગવતી પાસે પ્રાથૅના કરતા રહેશો કે ધન માન યશ પ્રતિષ્ઠા વગેરે લૌકિક-તુચ્છ વાસનાઓથી પર રાખે. ઉચ્ચ કોટીના સાધકોને રાજસિક અને તામસિક કામનાઓ ફસાવી શકતી નથી. પરંતુ સાત્વિક વાસનાઓ મારફતે ઉચ્ચ વૈરાગ્યવાન સાધકો પણ શ્રેયસ માગૅમાંથી ખસેડી લે છે. માટે ખુબ સાવધન રહીને આંતર-નિરીક્ષણ કરતા રહેવું અને કલ્યાણમયી ભગવતીની સવૅથા શરણાગતિ સ્વીકારવી. જે કાંઈ કમૅ કરો ભલે તે સાધારણ કમૅ હોય, આરંભમાં અત્યંત વિનીત અને કરુણાભાવે પ્રેરણાની યાચના કરીને કમૅનો આરંભ કરવો અને કમૅના અંતમાં તેના પરિણામ સ્વરુપ હાની થાય કે લાભ, તે માટે જરાપણ વિષાદ કે હષૅ પામ્યા વગર સંપુણૅ પરિણામ ભગવતીને સમપૅણ કરી દેવું.
આશિવૉદનો અથૅ થાય છે આશાવાન થાઓ, એમ કહેવું, તે આશીવૉદ. જીવનમાં મહત્વકાંક્ષા રુપી મહાન આશાઓને કેન્દ્ર બનાવીને જીવનનું ઘડતર કરો. મુખ્યત્વે લોકો વ્યકિતગત જીવનને કેન્દ્ર બનાવીને જ અનેક પ્રકારના સુખ સગવડ માટે પ્રયાસ કરે છે. આવા તુચ્છ પ્રયાસોને મહત્વકાંક્ષા કહી શકાય નહીં. જે કાંઈ પ્રયાસ કરવામાં આવે તેતો વ્યક્તિને જ કેન્દ્ર કરીને થઈ શકે છે. પરંતુ આકાક્ષાઓ ફ્ક્ત વ્યક્તિને કેન્દ્ર બનાવીને કરી શકાય નહીં. તમારી આશા અને આકાંક્ષાઓ જેમ જેમ વિશાળ થશે તેમ તેમ તમારાં જીવનની મહત્તા તમે સમજી શકશો. અને આનંદની માત્રા પણ વધવા માંડશે. માટે મહત્વાકાંક્ષી થાઓ તેવી માં ભગવતી પાસે પ્રાથૅના કરું છું.
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved | Feed Entries |