આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
273:
સ્વામીજીએ લખ્યું , “હું એક સેવક છું”. અર્થાત સેવા કરવાની તીવ્ર અભિલાષા સાથે વર્ષોથી વિભિન્ન પ્રકારના યોગ, જપ, તપાદિ સાધના કરી રહ્યો છું. સેવા ધર્મ પરમ ધર્મ છે, ગહન ધર્મ છે. સેવા એક ઉચ્ચ કોટીનું કર્મ અથવા સાધન હોવાથી, સેવક થતાં પહેલાં સેવા માટે વિશિષ્ટ પ્રકારની યોગ્યતા મેળવવાની અનિવાર્યપણે આવશ્યક્તા હોય છે. અયોગ્ય સેવક લોકહિત સાધવાની ભાવના લઈને સેવા કરતો હોવા છતાં હિતના સ્થાને અહિત કરી બેસે છે. સેવા તત્વને જાણનાર યોગ્ય સેવક વાસ્તવિક જોતાં એક સાધક છે. સેવકનું શરીર, મન, વાણી, બુધ્ધિ –તે સેવા માટે સાધન છે, અને આપણે જેમની સેવા કરીએ છીએ તે સાધ્ય છે.
જે સેવક અથવા અધિકારી રાજાની વ્યક્તિગત સેવા નહીં કરતા રાજ્યપાલનની જવાબદારીમાં સહયોગ આપે છે, તે સેવક કે અધિકારી ઉપર રાજા વિશેષ પ્રસન્ન થાય છે. કરણકે રાજાની વ્યક્તિગત સેવા માટે તો ઘણાં બુધ્ધિહીન એવા સેવા કમના નિપુણ દાસ દાસીઓ મળી રહે છે. પરંતુ રજ્યપાલન માટે તો રાજા તથા રાજ્યના વાસ્તવિક સ્વરુપ સાથે પરિચિત વિદ્વન બુધ્ધિમાનની અપેક્ષા હોય છે. આવા ઉચ્ચ કોટિના અધિકારી વર્ગ રાજાની આજ્ઞાનું પાલન કરતા હોવા છતાં રાજાના સ્થૂળ શરીર માત્રને સર્વસ્વ નથી માનતા. તેઓ રાજાના ધ્યેય, આદર્શ કે સિધ્ધાંત સાથે પોતાના ધ્યેય, આદર્શ કે સિધ્ધાંત વડે એકતા સાધતા રહિને જે રીતે સમગ્ર રાજ્ય સહિત રાજાનું હિત સધાય તે રીતે ઉપાય કરતા રહે છે. આ પ્રમાણેના અધિકારી વર્ગ ઉપર રાજા વધારે પ્રસન્ન થાય છે.
સ્વામીજીએ કહ્યું, દંડવત પ્રણામ એટલે શું? દંડ એટલે શું? તમે લાકડા જેવા થઈ જશો તો તમારામાં રહેશે શું? વિચાર કરો. ભકિતભાવ એમને એમ ઉપજી જાય છે? આ પહેલાં મને કોઈ વાર જોયો છે? મને ઓળખતા નથી, મારામાં રહેલા ગુણદોષ જાણતાં નથી, હું બોલું છું એ પ્રમાણે વર્તું છું કે નહિ, એ પણ તમને ખબર નથી, તો તમે મને દંડવત પ્રણામ કેવી રીતે કરે શકો? અહિં આવો , બેસો, પૂછો, જુઓ, અયોગ્ય લાગે તો બહાર જઈને ધરાઈને નિંદા કરો, યોગ્ય લાગે તો સ્વીકારો, પછી જ વંદન કરો. (ગમે તેવા લોકો ને પગે લાગી ને) આમાંતો તમે તમારું વ્યકિતત્વ કચડિ નાંખો છો. તમારું વ્યકિતત્વ હંમેશાં જાળવી રાખો.
શ્રી સદાશિવ
સદા ને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ.
-
સ્વામી વિવેકાનંદ સ્વામીZazi.com © 2009 . All right reserved | Feed Entries |