વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 121 guests and no members online

મદદ

 


 



રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

સ્વામીજીએ લખ્યું, ‘આજે વિશ્વમાં ઘણી સંસ્થાઓ છે, જ્યાં લાખો કરોડો માણસ એ રીતે જીવન નિર્વાહ કે જીવન ગઠન કરી રહ્યા છે.  પરંતુ જે સંસ્થાઓ ચેરીટીથી ચાલે છે તેમાં ઉપકાર, ઉપકર્તા અને ઉપકૃત એવા ભાવ હોય છે.  આ ભાવોમાં ગુરુગ્રંથી, લઘુગ્રંથી કામ કરતી હોવાથી ઉપકાર કરનારના અભિમાનને પોષણ મળે છે.  આપણા શરીરમાં અહંકાર એ જ સર્વ શ્રેઠ તત્વ છે.  શુદ્ધ આત્માથી બીજે નંબરે અહંકારનું સ્થાન છે.  જેમ મહાનમાં મહાન કાર્ય અહંકાર વડે થાય છે, તેમ અધમમાં અધમ કામ પણ અહંકારથી થાય છે.  વિકસિત અને સંશોધિત અહંકાર મહાન કાર્ય કરવા માટે ઉપયોગી થાય છે.  તેમજ કુંઠિત અને મલીન અહંકાર અધમ કાર્ય કરવા માટે કારણ બને છે.  અહંકાર વગર કોઈ પણ કાર્ય સર્વથા અસંભવ હોવાથી અહંકારને જીવિત રાખવાની પણ જરૂર છે.  અહંકારને સર્વશ્રેઠ રીતે જીવિત રાખવાના બે ઉપાય છે.  એક તો ‘સર્વાત્માભાવમાં પ્રતિષ્ઠા પામેલો અહંકાર’ અને બીજો ‘પરમ કલ્યાણમયી માં શ્રી જગદમ્બાનો હું એક અબોધ બાળક છું, હું તો માં નું રમકડું – યંત્ર છું’ તેવો અનન્ય શરણાગત ભાવ.  આ બે ભાવમાંથી જેને જે ભાવ સહજ અને સુલભ થાય તે ભાવ વડે પ્રતિષ્ઠિત થઈને અહંકારને જીવિત રાખીને; જો યથાશક્તિ, યથામતિ કે યથાશક્તિ જીવન વ્યવહાર કરવામાં આવે તો જીવન નિષ્કલંક બને છે.  સર્વ માટે સુખરૂપ થવાય છે.  કર્મ કરતા હોવા છતાં કર્મ બંધનમાંથી મુક્ત રહી શકાય છે.
(અંતર દર્શન, જુન ૧૯૬૭, પાન ૨૪.૨, ૨૫.૧)

Comments  

Pavan
+5 # Pavan 2015-01-28 09:20
True. But only "shakshi bhav " needed
Zazi.com © 2009 . All right reserved