આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
273:
સ્વામીજીએ લખ્યું , “હું એક સેવક છું”. અર્થાત સેવા કરવાની તીવ્ર અભિલાષા સાથે વર્ષોથી વિભિન્ન પ્રકારના યોગ, જપ, તપાદિ સાધના કરી રહ્યો છું. સેવા ધર્મ પરમ ધર્મ છે, ગહન ધર્મ છે. સેવા એક ઉચ્ચ કોટીનું કર્મ અથવા સાધન હોવાથી, સેવક થતાં પહેલાં સેવા માટે વિશિષ્ટ પ્રકારની યોગ્યતા મેળવવાની અનિવાર્યપણે આવશ્યક્તા હોય છે. અયોગ્ય સેવક લોકહિત સાધવાની ભાવના લઈને સેવા કરતો હોવા છતાં હિતના સ્થાને અહિત કરી બેસે છે. સેવા તત્વને જાણનાર યોગ્ય સેવક વાસ્તવિક જોતાં એક સાધક છે. સેવકનું શરીર, મન, વાણી, બુધ્ધિ –તે સેવા માટે સાધન છે, અને આપણે જેમની સેવા કરીએ છીએ તે સાધ્ય છે.
274:
સ્વામીજીએ લખ્યું , “પરોક્ષ અને પ્રત્યક્ષ (અપરોક્ષ) ભેદથી સાધના બે પ્રકારની છે. સાધક , ઈશ્વર કે દેવદેવી વગેરે સાધ્ય તત્વને જાણતો નથી, ઓળખતો નથી. પરંતુ શાસ્ત્ર સંસ્કારથી અથવા તો ગુરુ મુખથી સાંભળીને સાધ્ય એવા જે ઈશ્વર કે દેવદેવી છે તેઓની પ્રાપ્તિ માટે અથવા તો તેઓ પાસેથી કોઈક ભૌતિક ઈચ્છાની તુપ્તિ માટે સાધના કરે છે તે સાધના પરોક્ષ છે. જ્યાં સાધ્ય તત્વની વ્યક્તિ રૂપે કે તત્વરૂપે પ્રત્યક્ષ પરિચય કે પ્રત્યક્ષ અનુભૂતિ જન્ય જ્ઞાન મેળવીને સાધના કરવામાં આવે છે, તે પ્રત્યક્ષ એટલે અપરોક્ષ સાધના છે.
શ્રી સદાશિવ
(અંતર દર્શન , મે, 1967 22-1), શ્રી સદાશિવ આશ્રમ મોટેરા, અમદાવાદ.
-
એંજલ.Zazi.com © 2009 . All right reserved |
Read more...