આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
દત્તાત્રેય ભગવાને યદુરાજને ગુરુ અને આત્મજ્ઞાન વિષય પર બોધ આપતા કહ્યુંકે , જ્યાં જ્યાં મને સદગુણ જણાયો ત્યાં ત્યાં મારી બુધ્ધિમાં વિવેક લાવવામેં ગુરુબુધ્ધિ કરી છે. મારી બુધ્ધિએ તે ગુણ ગ્રહણ કયૉ ને ધૈયૅથી ધારણ ધરી, ને તેથી હું મુક્ત થયો છું.
મેં સ્વીકાયૅ કે ત્યાજ્યરૂપે જેનો ગુણ લેધો છે તેને મેં મારા ગુરુ કયૉ. મારું જીવન ગુરુઓ થી ભરેલું છે, તેમાંથી મુખ્ય ચોવીસ ગુરુઓ આ પ્રમાણે છે.
પૃથ્વી – ક્ષમા ગુણ
પ્રાણવાયુ – અનાસકિત ને સમભાવ
આકાશ – બ્રહ્મભાવે નિમૅળ વ્યાપકતા
જળ – માલિન્યનિવારણ પછી શાંતિદાયકતા
અગ્નિ – તેજસ્વિતા ને સ્વયંપ્રકાશ-સ્થિતિ
ચંદ્ર – નિવિકાર સ્થિતિ
સુયૅ – નિરપેક્ષ દાતાપણું ને આત્માનો બિંબપ્રતિબિંબભાવ
હોલો – સ્ત્રી આદિ વિષયોમાં આસક્તિ જ દુખનું મૂળ
અજગર- સંતોષમાં જ પરમ સુખ
સમુદ્ર – નિત્ય સ્વસ્થ રહેવું
પતંગ – વિષયમોહનો ત્યાગ
ભ્રમર – કોઈને હેરાન કયૉ વિનાનું જીવન તથા લોલુપતાનો ત્યાગ.
મધમાખી – સંગ્રહ ત્યાગ
મધ લેનાર પારઘી – સ્વધમૅની રક્ષા
હાથી – સ્ત્રીસંગ ત્યજવો જોઈએ
મૃગ – સંગીતનો અતિમોહ અનથૅજનક
માછલું – અથૅસંગ્રહ અને લોલુપતાનો ત્યાગ
પિંગલા – આશાનો ત્યાગ એજ પરમ સુખ
ટિટોડી – દુખનું મૂળ પરિગ્રહ
બાળક – અભેદ બ્ર્હ્મદશા
કુમારિકા – એકલ વાસની જરુર
બાણ બનાવનાર – ચિત્તની એકાગ્રતા
સપૅ – ઘર કરવું નહિ
કરોળીયો – સૃષ્ટિની રચના
ઈયળ – ધ્યાનનું માહાત્મ્ય
નરદેહ – એ ગુરુઓ નો પણ મહાગુરુ
|| અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત ||
-
ટૉલ્સટૉયZazi.com © 2009 . All right reserved |
Read more...