વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 18 guests and no members online

મદદ

 


 રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર નજીક નર્મદા અને કાવેરી નદીનો સંગમ થાય છે. આ સ્થળે માંધાતા પર્વત ઉપર ઓમકારેશ્વર મહાદેવનું પવિત્ર જયોર્તિલિંગ આવેલ છે. આ મંદિર સોમનાથ કે ઘૃષ્ણેશ્વર જેવું ભવ્ય કે સુંદર નથી. તેમ છતાં આસમાની લીલા રંગની નર્મદાને કાંઠે લીલી વનરાજીથી સભર ઊંચા પહાડ પર બદામી રંગથી ધોળાયેલું આ મંદિર અત્યંત રમણીય અને મનોહર છે. આ સ્થળને કુદરતે અફાટ સૌંદર્યની ભેટ ધરી છે.

ઈન્દોરથી ૭૯ કિ.મી. દક્ષિણે અને ખંડવાથી ૬૦ કિ.મી. ઉત્તરે ઓમકારેશ્વર રોડ નામે નાનું રેલ્વે સ્ટેશન છે. અહીંથી ઓમકારેશ્વર યાત્રાધામ ૧૫ કિ.મી. દૂર છે. ઓમકારેશ્વર નર્મદા નદીને કિનારે વસેલું છે. બજારમાં એક રસ્તો નદી તરફ જાય છે. હોડી મારફત સામેના ટાટ પાર કરીને અથવા તો પુલ પરથી સીધા સામેના ઘાટ પર જતાં એક પગથિયાં ચડીને માંધાતા નગરના બજારમાં પહોંચાય છે. બાજુમાં જ આવેલ ઓમકારેશ્વર મંદિરમાં દાખલ થયેથી, ત્રીસેક વિશાળ પગથિયાં ચડીને વિશાળ સભા મંડપની જમણી તરફ વળવાથી ગુફા જેવા સાંકડા માર્ગમાં થઈને મંદિરના ગર્ભગૃહમાં પહોંચાય છે. એટલું નાનું અને અંધારિયું કે અહીં ચોવીસે કલાક અખંડ દીપ પ્રગટાવેલો રહે છે.

અહીં દેદીપ્યમાન ઓમકારેશ્વર મહાદેવના જયોર્તિલિંગના પાવન દર્શન થાય છે. આ જયોર્તિલિંગની વિશિષ્ટતા એ છે કે પ્રચલિત શિવલિંગ જેવા આકારને બદલે કુદરતી રીતે કરાયેલા શંકુ આકારનું કાળમીંઢ પથ્થરનું છે. બીજું આ જયોર્તિલિંગ ગર્ભગૃહની બરાબર વચ્ચે હોવાને બદલે સામેની દિવાલને અડીને આવેલું છે. આ ઉપરાંત નદીના તટથી આશરે પાચસો ફૂટની ઊંચાઈએ હોવા છતાં આ જયોર્તિલિંગમાંથી કુદરતી રીતે સતત જળધારા વહેતી રહે છે.

આની કથા કંઈક આવી છે. એક વખત નારદજી ફરતા ફરતા વિંધ્યચાલ પર્વત ઉપર ગયા. અભિમાની વિધ્યરાજના દંભયુકત સત્કારથી ક્રોધિત થઈને તેના ગર્વનું ખંડન કરવા નારદજીએ કહ્યું કે તારા શિખરની ઊંચાઈ સુમેરુ પર્વતના શિખર કરતાં ઓછી છે. આ સાંભળીને આ ન્યુનતામાંથી મુકિત પ્રાપ્ત કરવા માટે વિંધ્યરાજે ભગવાન શંકરને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યુ, અંતે શિવજીએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું કે અભિમાનરૂપી મળમાંથી શુદ્ધ થઈને હવે તું અમલ (મળ રહિત) થયો છે. અને તેની ઈચ્છા અનુસાર ભગવાન શિવ અહીં જયોર્તિલિંગ રૂપે સ્થિત થયા. આમ, વિંધ્યરાજના ઈષ્ટદેવ સમું આ જયોર્તિલિંગ ઓમકારેશ્વર કહેવાય છે. આ પર્વતનો ભૌગોલિક નકશો જોતાં ૐ જેવો આકાર બનતો હોવાથી આ સ્થળ ઓમકારેશ્વર નામથી વધુ લોકપ્રિય થયું.

શિવજી જયોર્તિલિંગ રૂપે જયાં સ્થિત થયા તે પહાડ ‘શિવપુરી’ કહેવાય છે. તેની બરાબર સામે નર્મદાના દક્ષિણ કિનારે બે પહાડો આવેલ છે. તે પૈકી ‘બ્રહ્મપુરી’ પહાડ પર બ્રહ્માજીનું મંદિર અને ‘વિષ્ણુપુરી’ પહાડ પર વિષ્ણુ મંદિર છે. ઓમકારેશ્વર મંદિરથી દોઢેક કિ.મી.ના દૂર નર્મદામાંથી કાવેરી નદી માંધાતા ખડકને લીધે જુદી પડે છે. અહીં પશુપતિનાથનું મંદિર છે. આ ઉપરાંત ચૌબીસ અવતાર નામના સ્થળે જૈન અને હિંદુ મંદિરોનો સમૂહ છે. આ સ્થળે નર્મદા તટે પૃથ્વી ઉપર સૂતેલા રાવણની મૂર્તિ દર્શનીય છે. ઓમકારેશ્વરથી ૬ કિ.મી. દૂર ૧૦મી સદીના મંદિરનો સમૂહ છે. જે સાતમાત્રા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ૯ કિ.મી. દૂર કાજલ રાણીની ગુફા દર્શનીય છે.

Comments  

jitubhai
+1 # jitubhai 2012-01-30 08:54
khubsurt kudrati sondrya cha ekvakhat mulkat lavajavi
Rekha Shukla
0 # Rekha Shukla 2012-02-19 21:16
khub sundar jagya...it was fun to go there and see ....carving of the temple is just
beautiful...Mahakaleshvar and Somnath-both of were as much beautiful. You have narrated with detail info..very nice..!!
Zazi.com © 2009 . All right reserved