વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 69 guests and no members online

મદદ

 


 રમુજ

દર્દી :ડોકટર સાહેબ, ઓપરેશન પહેલાં તો તમે કહ્યું હતું કે દસ હજારનો ખર્ચ થશે. હવે બાર હજાર કેમ માંગો છો?

ડોકટર :વાસ્તવમાં વાત એમ છે કે તમારું ઓપરેશન કરતી વખતે મારું પાકીટ તમારા પેટમાં રહી ગયું છે. એમાં બે હજાર રૂપિયા હતા.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


મલ્લિકાર્જુન સ્વામીનું જયોર્તિલિંગ કૃષ્ણ અને ગોદાવરી નદીના તીરે ૨૫૦૦ ફૂટ ઊંચા શ્રી શૈલ નામના પર્વત પર બિરાજમાન છે. જેને શિવજીનું બીજું નિવાસસ્થાન ગણવામાં આવે છે અને આ પર્વતને દક્ષિણ ભારતનો કૈલાસ પર્વત કહે છે. આ સ્થળ હૈદરાબાદની દક્ષિણે ૨૨૦ કી.મી. તેમજ કર્નુલ ટાઉનથી ૧૮૦ કી.મી. દૂર છે. ત્યાં પહોંચવા માટે નજીકના રેલ્વે સ્ટેશનો હૈદરાબાદ અને કર્નુલ ટાઉનથી મોટરબસ દ્વારા શ્રી શૈલમ જવું પડે છે. અને ત્યાંથી બસ બદલીને શ્રી શૈલમ દેવસ્થાનના બસમાં જ બાકીનો ૧૫ કિ.મીનો રસ્તો પસાર કરવાનો રહે છે.

આ મંદિરના પ્રાગટય પાછળ એક રસિક કથા છે. એક વખત શંકર ભગવાનના બંને પુત્રો ગણેશજી અને કાર્તિકેય સ્વામી લગ્ન પહેલાં કરવા માટે ઝઘડી પડયા. ત્યારે શંકરજીએ બંને પુત્રોને કહ્યું કે તમારા બેમાંથી પૃથ્વીની પરિક્રમા કરી જે પહેલો પાછો આવશે તેનાં લગ્ન પહેલાં થશે. આ સાંભળી કાર્તિકેય સ્વામી તો પૃથ્વીની પરિક્રમાએ દોડી નીકળ્યા. જયારે ગણેશજીએ પોતાના માતા પિતાને આસન પર બેસાડીને પૂજન કર્યું અને બંને ફરતી સાતવાર પ્રદક્ષિણા કરી. આમ ગણેશજીનાં લગ્ન પ્રથમ થઈ ગયાં. જયારે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને કાર્તિકેય સ્વામી પાછા ફર્યા ત્યારે આ વાત જાણીને રિસાઈને શ્રી શૈલ પર્વત પર જતા રહ્યા. આખરે શંકર પાર્વતી તેમને સમજાવવા માટે ગયાં. પણ તેઓ માન્યા નહિ અને બીજા સ્થળે ચાલ્યા ગયા. આમ પોતાના પ્રિય પુત્રને જોવાની ઝંખના ફળી નહીં એટલે તેની આશામાં ભગવાન શંકર અહીં જયોર્તિલિંગના રૂપમાં સ્થિત થયા.

દક્ષિણ ભારતમાં જૂઈનાં સફેદ ફૂલોને મલ્લિકાર્જુન કહે છે. આ વિસ્તારની એક રાજપુત્રી ચંદ્ભાવતી આ જયોતિર્લિંગ પર સફેદ જુઈના પુષ્પ ચડાવતી. આથી તે લિંગ મલ્લિકાર્જુન કહેવાયું. બારેય જયોર્તિલિંગોમાં આ જયોર્તિલિંગ સૌથી નાનું માંડ આઠેક ઈંચ ઊંચું છે. એના પાછળની કથા એવી છે કે, રાવણનો સંહાર કરીને પાછા ફરતી વખતે બ્રહત્યાનું પાપ ધોવા રામ, લક્ષ્મણ અને જાનકી અહીં દર્શન કરવા આવ્યા હતા. પરંતુ કોઈ પણ તપ-જાપ કર્યા વગર પ્રાયશ્ચિત યોગ્ય નથી. એમ ભગવાન શિવજીને લાગતાં આ જયોર્તિલિંગ ધીમે ધીમે સમાવા લાગ્યું. પરંતુ પુરેપૂરું ધરતીમાં સમાઈ જાય તે પહેલાં જ રામચંદ્ભજીએ યજ્ઞ, જાપ અને અભિષેક કરીને શિવજીનું શરણ માંગ્યું. આથી આ જયોર્તિલિંગ ધરતી બહાર આટલું રહી ગયેલ.

આ મંદિર ફરતે વીસેક ફૂટ ઊંચો કિલ્લો છે, દક્ષિણ ભારતની પ્રણાલિકા મુજબ ચારેય દિશામાં શિલ્પકળાથી સભર ઊંચા ગોપુરમવાળા પ્રવેશદ્વારો છે. વિશાળ પટાંગણની વચ્ચે મલ્લિકાર્જુન સ્વામીનું ભવ્ય મંદિર આવેલ છે. જેમાં આશરે બારેક ફૂટના ગર્ભગૃહની મધ્યમાં જયોર્તિલિંગ બિરાજમાન છે. આ મંદિરમાં દરેક યાત્રિકે પોતાનું મસ્તક જયોર્તિલિંગને અડાડીને નમન કરવાની પ્રણાલી છે. જો ભૂલથી કોઈ યાત્રિકે પોતાનું મસ્તક જયોર્તિલિંગને અડાડયું ન હોય તો પૂજારી ભાવિકનું મસ્તક પકડીને જયોતિર્લિંગનો સ્પર્શ કરાવે છે.

આ મંદિરના પટાંગણમાં શકિત અવતાર ભમ્રરંબા દેવીનું નાનું છતાં કલાત્મક મંદિર છે. જેનું માહાત્મય પણ મલ્લિકાર્જુન જેટલું છે. અહીંથી ત્રણેક કિ.મી. દૂર પશ્ચિમમાં ભમ્રરંબા દેવીનું બીજું એક મંદિર છે જયાં અંબાજીની ભવ્ય મૂર્તિ છે. ભારતના પવિત્ર એકાવન શકિતપીઠ પૈકીની આ એક શકિતપીઠ છે.

Zazi.com © 2009 . All right reserved