વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 193 guests and no members online

મદદ

 


 રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

ધમૅવિચાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

“प्रभु हमारे साथ है, क्यों बने हम दीन ? हमारा दिन, मनुष्य गौरव दिन !!”

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ - ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે. પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે. પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મ વિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે.

 

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactiveઆત્મા પોતે પોતાની મેળે ઊભું કરે છે એ સિવાયનું બીજું અંતર ક્યાંય નથી. આપણી પાસે સમયની ગણનાનાં જે સાધનો છે – સૂયૅ, ચંદ્ર, તારા , તેના વડે સમયની ગણના કરવાનું આપણે ક્યારે ભુલીશું? જ્યારે માણસના દિલમાં પ્રેમનો એક જ સાચો અંકુર ફૂટે છે ત્યારે કાળની બધીજ ગણતરીઓ એના માટે ખોટી નીવડે છે. એવા હ્રદયને માટે એક પળની રાહ જોવી એ હજારો નરક કરતાં પણ મોટું નરક હોય અને હજારો વરસની રાહ જોવી એ એક પળ કરતાં પણ ન્યૂન હોય. પ્રેમની કસોટી જ આ : એ કાલાતીત છે.

- ખલીલ જીબ્રાન
થોડીવસ્તુઓથી સંતુષ્ટ રહેવું, વૈભવને બદલે સુંદરતા અને ફેશનને બદલે સુઘડતા પસંદ કરવી. સન્માનનીય થવા કરતાં સન્માનપાત્ર થવું. સંપત્તિવાન નહીં, પણ સમ્રુધ્ધ થવું. સખત પરિશ્રમ કરવો, શાંત ચિત્તે વિચાર કરવો, મ્રદુ રીતે વાત કરવી, નિખાલસપણે વતૅવું, તારાઓ, પંખીઓ અને સાધુજનોનાં હ્રદયગાન ખુલ્લા દિલથી સાંભળવાં. બધું આનંદથી ખમી લેવું. હિંમતથી વતૅવું. રાહ જોવી, ઉતાવળ કરવી નહીં, સામાન્યતામાં અણકથી અને અભાનપણે રહેલી આધ્યાત્મિકતાને પ્રગટવા દેવી- આ મારી જીવનભાવના છે.

વિલિયમ હેન્રી ચેનિંગ


Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

દત્તાત્રેય ભગવાને યદુરાજને ગુરુ અને આત્મજ્ઞાન વિષય પર બોધ આપતા કહ્યુંકે , જ્યાં જ્યાં મને સદગુણ જણાયો ત્યાં ત્યાં મારી બુધ્ધિમાં વિવેક લાવવામેં ગુરુબુધ્ધિ કરી છે. મારી બુધ્ધિએ તે ગુણ ગ્રહણ કયૉ ને ધૈયૅથી ધારણ ધરી, ને તેથી હું મુક્ત થયો છું.

મેં સ્વીકાયૅ કે ત્યાજ્યરૂપે જેનો ગુણ લેધો છે તેને મેં મારા ગુરુ કયૉ. મારું જીવન ગુરુઓ થી ભરેલું છે, તેમાંથી મુખ્ય ચોવીસ ગુરુઓ આ પ્રમાણે છે.

પૃથ્વી – ક્ષમા ગુણ

પ્રાણવાયુ – અનાસકિત ને સમભાવ

આકાશ – બ્રહ્મભાવે નિમૅળ વ્યાપકતા

જળ – માલિન્યનિવારણ પછી શાંતિદાયકતા

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries