આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ઘી
ઘી વિષય પણ ઘણો વિવાદાસ્પદ છે. આગળના જમાનામાં લોકો વાડકે વાડકે ઘી પીવાનું પસંદ કરતા હતા. ઘીમાંથી બનાવેલા લાડુ ખાવાની તો જાણે હરીફાઈ ચાલતી હતી અને નવાઈ એ વાત છે તે તમારા દાદાને કોઈ હાર્ટએટેક કે હાઈપરકોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસની બિમારી સતાવતી ન હતી. જયારે આજે ડાયેટીંગ કરનાર ઘીને બિલકુલ અડકતા નથી. વજનને ધ્યાનમાં રાખીને ચાલનાર ઘીથી દૂર ભાગે છે અને સૌથી વધારે હાર્ટઅટેક કે વજનવૃદ્ધિ, ડાયાબીટીસ કે કેન્સરનો વ્યાધિ આ જ જગતને જોવા મળે છે. આવું વાંચીને સામાન્ય માનવી વધારે મુંઝવણ અનુભવે છે કે ઘી ખાવાથી વજન, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ વધે છે. એટલે જેટલું ઓછું ખવાય ત્યાં સુધી સારું. પણ આપણે કંઈ યોગી નથી એટલે ઘી ખાવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. એટલે મધ્યમ માર્ગ અપનાવવા જેવો છે કે ચોવીસ કલાકમાં એક નાની ચમચી
જેટલું ઘી ખાવામાં આવે તો ચાલે. પણ એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ઘીમાં ફેટ પુષ્કળ પ્રમાણમાં છે. આંકડામાં વાત કરીએ તો ૬૦ઁ સંતૃપ્ત ચરબી છે અને સામાન્ય રીતે ૩૦ વર્ષની ઉંમર પછી ચરબીની જરૂરિયાત ફકત ૧૫ થી ૨૦ ગ્રામ જ છે. એટલે ઘી, દૂધ, માખણ, ચીઝ, પનીર, મલાઇ, તેલ વિગેરે બધાનું મળીને કુલ ફેટ ૧૫ થી ૨૦ ગ્રામ ખાવું જોઈએ. પછી તમે એમ નહીં કહી શકો જમ્યા પછી ગળપણ તો ખાવું જ પડે કે રોટલી ઘી વગર પેટમાં જ કેવી રીતે જાય? ભાતમાં તો ઘી નાંખવું જ પડે, તો જ ભાતનું પાચન થાય. ઠાકોરજીનો પ્રસાદ તો ખાવો પડે. હું ઠાકોરજીને ધરાવેલ ઘીની મીઠાઈ ન ખાઉં તો ઠાકોરજીને ધરાવેલ ઘીની મીઠાઈ ન ખાઉં તો ઠાકોરજીને ખોટું લાગે ને! મારું અંગત માનવું છું કે જો કદાચ ઠાકોરજી માનવરૂપ ધારણ કરીને ફરીથી પૃથ્વી પર પ્રગટે, તો કદી પણ ભકતો દ્વારા ચઢાવવામાં આવેલ ઘીની મીઠાઈ કયારેય ન સ્વીકારે. કદાચ, ભોગમાં મીઠાઈ ધરાવનાર ભકત સાથે કીટ્ટા કરી દે કારણ કે ઠાકોરજીને હાર્ટઅટેક લાવવો નથી. હવે સ્વાસ્થય સાચવવું હોય તો ઉપરની વિચારધારાઓ બદલવી પડશે.
દહીં
દહીં માટે કેટલાક મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
દહી હંમેશા સવારે જ ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે. દહીં રાત્રે ખાવાથી કફજન્ય રોગો થાય છે, એવો આયુર્વેદના ૠષિઓનો મત છે. હા, દહીં પણ સાત્મ્ય હોવું જોઈએ. જો શરીરને અનુકૂળ ન આવે તો દહીં બિલકુલ ન ખાવું. જેમનું વજન વધારે છે, કાયમ શરદી, ખાંસી, દમ, કમરનો દુઃખાવો, વા, હ્યદયવિકાર હોય તો દહીં ખાવુ વજર્ય છે.
દહીં માટે પણ એ જ વાત કહેવામાં આવી છે કે દહીં તાજું અને મોળું હોવુ જોઈએ. ખાટું દહીં ખાવાથી પિત્તજન્ય વિકારો ઉત્પન્ન થાય છે.
ફરીથી એ ખાસ યાદ રાખવું કે દૂધ કે દૂધની બનાવટ જો સાત્મ્ય ન હોય તો બિલકુલ ન ખાવી. મને બરાબર યાદ છે કે આંતરરાષ્ટ્રીય ખ્યાત વૈજ્ઞાનિકને શ્રીખંડ ખાવાથી કોઈ તકલીફ થતી નથી, પણ જો તેઓ દહીં અને ખાંડ સાથે ખાય તો તેમને બીજા જ દિવસે શરદી થઈ જાય છે. તો અસાત્મ્ય અને સાત્મ્યની વાત આધુનિક વિજ્ઞાનમાં પણ ખાસ ભારપૂર્વક કરવામાં આવી છે. આયુર્વેદ અને નેચરોપેથીમાં પણ વારંવાર બતાવવામાં આવેલ છે.
માખણ
ઘણા ઘરોમાં રોજ સવારે બ્રેડ-બટર ખાવાનું વ્યસન છે (ટેવ છે). માખણમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ૪૯% છે. એ વાત નિશ્ચિત છે.
ચીઝ
ચીઝ પણ દૂધની બનાવટ છે. અને ચીઝમાં પુષ્કળ ચરબી છે. એનો ઉપયોગ પણ સાવચેતીપૂર્વક કરવો
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved |
Comments